સિકયુરિટી ગાર્ડસ અને હોમ ગાર્ડના જવાનોએ સમયસૂચકતા વાપરી યુવાનને નીચે ઉતાર્યો
જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ગત મોડી રાત્રે એક નશાખોર શખ્સના ખેલને કારણે અફરાતફરી મચી ગઈ હતી. દારૂૂના નશામાં ચૂર એક શખ્સે હોસ્પિટલના બિલ્ડિંગના પાંચમા માળે ચડી જઈ નીચે કૂદકો મારી આપઘાત કરવાની ધમકી આપતા હોસ્પિટલ તંત્ર, દર્દીઓ અને તેમના પરિજનોના જીવ અધ્ધર થઈ ગયા હતા. લગભગ એક કલાક સુધી તંત્ર ધંધે લાગ્ુ હતુ.
બનાવની વિગતો એવી છે કે, ગત રાત્રે એક શખ્સ દારૂૂ પીધેલી હાલતમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ઘૂસ્યો હતો. નશાના જોરે તેણે હોસ્પિટલના સ્ટાફ અને સિક્યુરિટી સાથે જીભાજોડી શરૂૂ કરી હતી. મામલો ત્યાં ન અટકતા, આ શખ્સ દોડીને હોસ્પિટલના પાંચમા માળે પહોંચી ગયો હતો અને બારી કે પેરાપેટ પર ચડીને નીચે કૂદી જવાની બૂમો પાડવા લાગ્યો હતો.
આ દારૂૂડિયાએ લગભગ એક કલાક સુધી હોસ્પિટલના સ્ટાફને હેરાન-પરેશાન કરી મૂક્યો હતો. તે સતત નીચે કૂદવાની ધમકી આપી રહ્યો હતો, જેના કારણે નીચે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પણ કામ છોડીને આ હંગામો જોવા અને તેને બચાવવા માટે દોડતા થયા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાના વિડીયો ઉતારી લીધા હતા, જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જ્યારે દારૂૂડિયો પોતાની મસ્તીમાં ખેલ કરી રહ્યો હતો, ત્યારે ત્યાં ફરજ પર તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સ અને હોમગાર્ડના જવાનોએ સમયસૂચકતા વાપરી હતી. તેઓએ તેને વાતોમાં પરોવી રાખ્યો અને તક મળતા જ પાછળથી તેને દબોચી લીધો હતો. યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
