અંડર-19માં શ્રેણી જીતનાર વૈભવ સૂર્યવંશી વિશ્ર્વનો યુવા કેપ્ટન

દક્ષિણ આફ્રિકા સામે વૈભવે 127 અને એરોને 118 રન ફટકાર્યા અત્યાર સુધી બેટથી ધમાલ મચાવતો વૈભવ સૂર્યવંશી હવે કેપ્ટન તરીકે પણ હિટ રહ્યા છે. તેના…

દક્ષિણ આફ્રિકા સામે વૈભવે 127 અને એરોને 118 રન ફટકાર્યા

અત્યાર સુધી બેટથી ધમાલ મચાવતો વૈભવ સૂર્યવંશી હવે કેપ્ટન તરીકે પણ હિટ રહ્યા છે. તેના નેતૃત્વમાં ભારતીય અંડર -19 ટીમે દક્ષિણ આફ્રિકાની અંડર -19 ટીમને ત્રણ મેચની ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી હતી . આ સાથે વૈભવે 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઇતિહાસ પણ રચ્યો છે.

2012માં ભારતીય અંડર- 19 ટીમના કેપ્ટન ઉન્મુક્ત ચંદે પાંચ મેચની વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન અંડર -19 ટીમને ક્લીન સ્વીપ કરી હતી. ઉન્મુક્તે આ સિદ્ધિ મેળવી ત્યારે તે 17 વર્ષનો હતો. હવે, વૈભવે આ રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવે શ્રેણીની પહેલી વનડેમાં પણ એક રેકોર્ડ બનાવ્યો હતો. તે અંડર -19 ટીમની કેપ્ટનશીપ કરનાર વિશ્વનો સૌથી યુવા કેપ્ટન બન્યો. દરમિયાન ઉન્મુક્ત ચંદની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2012માં અંડર -19 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવ્યું હતું.

વૈભવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને શ્રેણી જીતી. ભારતીય અંડર -19 ટીમે પહેલી વનડે ઉકજ પદ્ધતિ દ્વારા 25 રનથી જીતી હતી. ત્યારબાદ ભારતીય યુવા ટીમે બીજી મેચ પણ DLS પદ્ધતિ દ્વારા 8 વિકેટથી જીતી હતી. આજે 7 જાન્યુઆરીના રોજ, ભારતીય ટીમે શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડે 233 રનથી જીતી હતી. ત્રીજી વનડે વાત કરીએ તો ભારત તરફથી વૈભવ સૂર્યવંશી ઉપરાંત એરોન જ્યોર્જે સદી ફટકારી. વૈભવે 74 બોલમાં 127 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. એરોને 106 બોલમાં 118 રન બનાવ્યા, જેમાં 16 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સદીઓએ ભારતને 50 ઓવરમાં સાત વિકેટે 393 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની અંડર -19 ટીમ 35 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *