સાવરકુંડલામાં સાઈકલોથોન; 1000 સાઈકલસવારોએ ભાગ લીધો હતો

સાવરકુંડલા શહેરમાં આજરોજ ભવ્ય સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1000થી વધુ સાયકલ સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારે મહુવા રોડ ઉપર સાયકલ…

સાવરકુંડલા શહેરમાં આજરોજ ભવ્ય સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1000થી વધુ સાયકલ સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારે મહુવા રોડ ઉપર સાયકલ સવારો ઉમટી પડતા શહેરમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો.

આ સાયકલોથોનમાં કુલ 5 કેટેગરીમાં ત્રણ કિલોમીટરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

ઉલ્લેખનીય છે કે આ સાયકલોથોનનું આયોજન કેતનભાઈ ખુમાણ અને તેમની ટીમ દ્વારા સતત છેલ્લા 12 વર્ષથી નિયમિત રીતે કરવામાં આવી રહ્યું છે, જે આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રશંસનીય પહેલ છે.કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ અમરેલી જિલ્લાના પોલીસ વડા એસ.પી. સંજયભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ સાયકલોથોનમાં નગર પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ અનિરુધસિંહ રાઠોડ, એ.પી. એમ. સી. ચેરમેન દીપકભાઈ માલાણી વિગેરે પણ હાજર રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *