મોરબીમાં વિખૂટી પડેલી છ વર્ષની બાળાનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી ટીમ અભયમ

મોરબીમાં મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારની છ વર્ષની માસુમ બાળકી રમતા રમતા પરિવારથી વિખુટી પડી ગઈ હતી. વિખુટી પડેલી બાળકીનો 181ની ટીમે ફરી પરિવાર સાથે…

મોરબીમાં મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારની છ વર્ષની માસુમ બાળકી રમતા રમતા પરિવારથી વિખુટી પડી ગઈ હતી. વિખુટી પડેલી બાળકીનો 181ની ટીમે ફરી પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો. બાળકીનું પુન: મિલન કરાવનાર 181 મહિલા હેલ્પલાઈનની ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીમાં રહી કંપનીમાં કામ કરતાં શ્રમિક પરિવારની છ વર્ષની માસુમ બાળકી રમતા રમતા ઘરથી દૂર નીકળી ગઈ હતી. બાળકી મળી નહીં આવતાં પરિવારે પણ નજીકના વિસ્તારમાં બાળકી અંગે પુછપરછ કરી હતી તે દરમિયાન એક રીક્ષા ચાલકના ધ્યાનમાં બાળકી રોડ પર રઝળતી હોવાનું ધ્યાન પર આવતાં રીક્ષા ચાલક બાળકીને લઈને પોલીસ સ્ટેશન ખાતે ગયો હતો. જ્યાં પોલીસે બાળકીની પુછપરછ કરી તેના પરિવારનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો અને બાળકી મળી આવી હોવાની 181 મહિલા હેલ્પલાઈનમાં જાણ કરી મદદ માંગી હતી.

જાણ થતાં જ 181 મહિલા હેલ્પલાઈનની ટીમના કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ વિલાસબેન અને પાયલોટ મહેશભાઈ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતાં અને જ્યાં 181ની ટીમે બાળકીનું કાઉન્સેલિંગ કરી અને પરિવારનો સંપર્ક સાધ્યો હતો અને વિખુટી પડેલી બાળકીનું પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું હતું. કાબીલેદાદ કામગીરી કરી પુત્રીનો ભેટો કરાવનાર 181 મહિલા હેલ્પલાઈનની ટીમનો પરિવારે આભાર વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *