પ્રભાસ પાટણ સિટી બસ સ્ટેશન તૂટેલી ફૂટેલી હાલતમાં

સોમનાથ પ્રભાસ પાટણ નગરપાલિકા સંચાલિત પ્રભાસ પાટણની શિવ પોલીસ ચોકી પાસે આવેલ સીટી બસ સ્ટેશન સાવ પડીને પાધર જેવું તૂટેલ ફુટેલ હાલતમાં લોકોને કોઈપણ જાતનો…

સોમનાથ પ્રભાસ પાટણ નગરપાલિકા સંચાલિત પ્રભાસ પાટણની શિવ પોલીસ ચોકી પાસે આવેલ સીટી બસ સ્ટેશન સાવ પડીને પાધર જેવું તૂટેલ ફુટેલ હાલતમાં લોકોને કોઈપણ જાતનો ઉપયોગમાં આવે નહીં તેવી હાલતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી છે આમ છતાં જેની જવાબદારી છે તે નગરપાલિકાનું તંત્ર કે પ્રભાસ ના નગરપાલિકાના સભ્યો પણ ધ્યાન દેતા નથી તુટેલ બીન ઉપયોગી આ સીટી બસ સ્ટેશન લોખંડનું છે જે કટાઈ ચૂકેલ છે માટે પથ્થરનું નવેસરથી વ્યવસ્થિત અને સારી સુવિધા વાળું બનાવાય તે જરૂૂરી છેપ્રભાસ પાટણમાં નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ કર્મચારીઓ દ્વારા વહેલી સવારના 6:30 વાગ્યે બંધ કરી દે છે જેને કારણે ગલી ગલીમાં કુતરાના ત્રાસને કારણે મુસીબતમાં મુકાવું પડે છે અને બહારના યાત્રિકો સ્ટ્રીટ લાઈટ ના અભાવે મોબાઇલ ટોર્ચનો ઉપયોગ કરી ગામમાં ખરીદી કે રૂૂમ ગોતવા ફાંફા મારવા પડે છે શિયાળાને કારણે સવારનો ઉજાસ મોડેથી થાય છે જેથી સવારે 7 વાગે લાઈટ બંધ થવી જોઈએ પાવર સેટીંગ હોય તો પણ ભૂલ કેમ થાય છેે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *