વિરાટ કોહલી-અનુષ્કાએ દુબઇમાં પરિવાર સાથે ઉજવ્યું નવું વર્ષ

નવા વર્ષના ખાસ અવસર પર ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. આ વખતે વિરાટ અને…

નવા વર્ષના ખાસ અવસર પર ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. આ વખતે વિરાટ અને અનુષ્કાએ નવું વર્ષ પરિવાર અને નજીકના મિત્રો સાથે ઉજવ્યું હતું. આ ઉજવણી માટે તેમણે એક ખાસ અને લક્ઝરી સ્થળ પસંદ કર્યું, જ્યાં તેમના પરિવારજનો અને મિત્રોની પણ હાજરી જોવા મળી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ આ વખતે ન તો ભારતમાં અને ન તો લંડનમાં નવું વર્ષ ઉજવ્યું. અપેક્ષા વિરુદ્ધ, બંનેએ વર્ષ 2026નું સ્વાગત દુબઈમાં કર્યું. દુબઈમાં યોજાયેલી આ ઉજવણી દરમિયાન વિરાટના મોટા ભાઈ વિકાસ કોહલી, સાળા સંજીવ ઢીંગરા અને પરિવારના કેટલાક નજીકના મિત્રો પણ તેમની સાથે હાજર હતા. વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીર શેર કરી છે, તેમાં તેઓ નેવી બ્લુ સૂટમાં જોવા મળે છે, જ્યારે અનુષ્કા શર્મા કાળા રંગના એલેગન્ટ ડ્રેસમાં નજરે પડે છે.

વિકાસ કોહલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલા ફોટા પરથી જાણવા મળે છે કે વિરાટ અને અનુષ્કાએ દુબઈની ફાઇવ સ્ટાર પામ એટલાન્ટિસ હોટેલમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. આ હોટેલ તેની અનોખી રચના માટે જાણીતું છે, જે વડના ઝાડ જેવું દેખાય છે. આ હોટેલમાં એક રૂૂમનું ભાડું અંદાજે ₹50,000 પ્રતિ દિવસ છે. વિરાટ કોહલી તેમના પરિવારજનો અને મિત્રો સાથે હોટેલની અંદર આવેલ જાપાનીઝ રેસ્ટોરન્ટ અને બારમાં સમય પસાર કરતા નજરે પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *