ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એન. એલ. રાવની નિમણૂક સાથે DGP, IGPઅને OIGને ગ્રેડ પ્રમોશન સાથે 28 IPSને જુનીયર એડમિનિસ્ટ્રેટીવ ગ્રેડમાં બઢતી
ગુજરાતમાં ડીજીપી તરીકે વિકાસ સહાયની વિદાય બાદ ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એલ.એન. રાવની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ નવા વર્ષની શરૂૂઆત સાથે જ ગુજરાત સરકારે વહીવટી અને પોલીસ વિભાગમાં મોટા ફેરફાર કરીને અધિકારી વર્ગને શુભ સંદેશો આપ્યો છે. ગુજરાતમાં ડીજીપી તરીકે વિકાસ સહાયની વિદાય બાદ ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એલ.એન. રાવની નિમણૂક કરવામાં આવી છે. નવા ડીજીપી તરીકે રાવની નિણમૂક કરાયાના કલાકોમાં જ ગુજરાતના 14 IPS અધિકારીના પ્રમોશનના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના 14 વરિષ્ઠ IPS અધિકારીઓને DGP, IGP અને DIG ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યા છે. તેમજ રાજ્યના 28 IPS અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ તેમજ સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે.જેમાં રાજકોટન ટ્રાફિક શાખાના ડીસીપી હરપાલસિંહ જાડેજાનો સમાવેશ કરાયો છે.
નવા વર્ષની સાથે રાજ્યના 14 IPSને પ્રમોશન અપાયા હતા. નરસિમ્હા રાવ કોમાર, ડો. પી.કે રોશન, ડોક્ટર એસ. પી.રાજકુમારને ડીજીપી તરીકે તો ડો. વિપુલ અગ્રવાલને ADGPનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. IPS નિરજ બડગુજર, સારા રીઝવી, શોભા ભૂતડા, પ્રદીપ શેજુલ, સૌરભ સિંઘને આઈજીપીનું પ્રમોશન મળ્યું હતું. આ સાથે જ ડો.સુધીર દેસાઈ, બલરામ મીણા, કરણરાજ વાઘેલા, એસ.વી.પરમાર અને એમ. મુનિયાને ડીઆઈજીપી બનાવાયા છે. આ ઉપરાંત, રાજ્યના 28 IPS અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ તેમજ સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે.
નવા વર્ષની શરૂૂઆતમાં લેવામાં આવેલા આ નિર્ણયને વહીવટી સ્થિરતા અને કાર્યક્ષમતા વધારવાના મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યા છે. 28 આઇપીએસને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં બઢતી અપાઇ છે તેમાં સુશિલ અગ્રવાલ, નિતેશ પાંડે, સાગર બાગમાર, અભય સોની, મનોહરસિંહ જાડેજા, તેજસકુમાર પટેલ, રાહુલ પટેલ, જયદિપસિંહ જાડેજા, એન્ડ્રુય મેકવાન, હિમાંશુ સોલંકી, વિજય પટેલ, ભગીરથસિંહ જાડેજા, રાજેશ ગઢીયા, પન્ના મોમાયા, હર્ષદ પટેલ, રવિરાજસિંહ જાડેજા, મુકેશકુમાર પટેલ, ચિંતન તેરૈયા, ભગીરથ ગઢવી, ઉમેશકુમાર પટેલ, રાજદિપસિંહ ઝાલા, રાજકોટના હરપાલસિંહ જાડેજા, હરેશ દુધાત, કે.એફ. બરોલીયા, જયરાજસિંહ વાળા, પિનાકીન પરમાર અને ઋષિકેશ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.
