રાજકોટ શહેર ભાજપના પ્રમુખ સિવાયના અન્ય 20 હોદ્દેદારોની વરણી કરવા માટે આજે બપોરે પ્રદેશ ભાજપના હોદ્દેદારોએ શહેર ભાજપ પ્રમુખ નિરીક્ષકો અને પ્રભારીઓને રૂૂબરૂૂ સાંભળ્યા હતા. જેમાં 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ,8 મંત્રી અને 1 કોષાધ્યક્ષ સહિત કુલ 20 હોદ્દાઓ માટે 100 નામો પ્રદેશ સમક્ષ રજુ કરી દેવામાં આવ્યા છે અને ટૂક સમયમાં શહેર સંગઠનની નવી ટીમની જાહેરાત કરવામાં આવે તેવુ લાગી રહ્યુ છે.
પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લા અને શહેરમાં બબ્બે નિરીક્ષકોને મોકલી સ્થાનિક સંકલન સમિતિ સાથે બેઠક યોજવામાં આવી હતી.
જેમાં આવેલા નામોનુ લિસ્ટ બનાવી નિરીક્ષકોએ પ્રદેશ હાઈ કમાન્ડ સમક્ષ રજુ કરી દીધું હતું.પ્રદેશ દ્રારા છેલ્લા થોડા સમયથી અલગ અલગ શહેર અને જિલ્લામાં સંગઠનની ટીમ બનાવવા માટે સ્થાનિક પ્રમુખ અને નિરિક્ષકો મોકલીને વન ટુ વન બોલાવી સાંભળવામાં આવી રહ્યા છે આજે બપોરે ત્રણ કલાકે રાજકોટ શહેરનો વારો લેવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, પ્રદેશ નિરીક્ષક અને પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર થતા અમદાવાદના પૂર્વ મેયર બીજલબેન પટેલે રાજકોટ શહેર ભાજપના ત્રણ મહા મંત્રી, 8 ઉપપ્રમુખ,8 મંત્રી અને એક કોષાધ્યક્ષ સહિત કુલ 20 જગ્યાઓ માટે પાંચ-પાંચ નામોની પેનલ બનાવી કુલ 100 નામો પ્રદેશ સમક્ષ રજુ કરી દીધા છે.આ ઉપરાંત પ્રદેશ કાર્યાલય મંત્રી માટે જો નામ માંગશે તો તે નામો પણ તૈયાર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકાર અને સંગઠનમાં રાજકોટનો સફાયો થઈ ગયો છે. હવે સ્થાનિક કક્ષાએથી મહામંત્રીની જગ્યા માટે જે 15 નામો રજૂ કરવામાં આવ્યા છે.તેમાંથી જ ત્રણ આગેવાનોની પસંદગી કરવામાં આવશે કે પ્રદેશ નવું જ નામ જાહેર કરાશે.તેના પર પણ તમામની મીટ મંડાયેલી છે.
જાણવા મળતી વિગત મુજબ અત્યારે સુધીમાં 26 જેટલા શહેર અને જિલ્લાને સાંભળવામાં આવ્યા છે. જેમાં નિરીક્ષક અને પ્રમુખ દ્વારા જે નામો હાઈ કમાન્ડ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે તે નામો સ્વીકાર કરવામાં બદલે પ્રદેશના નેતાઓ દ્વારા એવી ટકોર કરવામાં આવી છે કે તમે અધૂરું હોમવર્ક કરીને આવ્યા છો. નવી યાદી બનાવીને હવે જ્યારે બોલાવવામાં આવે ત્યારે આવજો. રાજકોટ માટે પણ આ જ પ્રણાલી ચાલુ રહેશે કે શહેર ભાજપ પ્રમુખ અને નિરિક્ષકો દ્વારા 20 હોદ્દાઓ માટે જે 100 નામો મૂકવામાં આવ્યા છે.
