વિંછિયાના આંકડિયા ગામે ત્રણ ભાઈના મકાનમાંથી રૂ.8 લાખની ચોરી

વિંછીયાના આંકડીયા ગામે રહેતા ખેડૂત દંપતી ગેસના કામ સબબ ભડલી ગામે ગયેલ હોયે માટે ચાર કલાક બંધ ર્હેટલા તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના…

વિંછીયાના આંકડીયા ગામે રહેતા ખેડૂત દંપતી ગેસના કામ સબબ ભડલી ગામે ગયેલ હોયે માટે ચાર કલાક બંધ ર્હેટલા તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીત રૂૂ. 8. લાખની મતા ચોરી જતા આ મામલે વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ વિંછીયાના આંકડિયા ગામે રહેતા અને ખેતી કામ કરતા રસીકભાઈ ગુણાભાઈ કુકડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પત્ની સાથે સવારે 8 વાગે ગેસના કામ માટે ભડલી ગામે ગયેલ હતા. અને બપોરે બાર વાગ્યે પરત આવતા ઘરના ડેલાએ તાળુ મારેલ હતુ. તે તાળુ ખોલતા ડેલો અંદરથી બંધ હોય જેથી ડેલાની તીરાડમાથી જોતા ઘરના દરવાજા ખુલ્લા જોવા મળેલ હતા. જેથી વંડી ટપી અંદર જઈ જોતા ઘરના દરવાજાઓના તાળા તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા.

ઘરમાંથી તમામ સામાન વેર વિખેર હાલતમાં પડેલ હતો. ઘરમા રાખેલ કબાટનો દરવાજો તુટેલ હતો અને કબાટની અંદર રહેલ તીજોરીમા રાખેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ તેમજ મોટા ભાઇ જયેશભાઇના મકાનનો દરવાજો ખુલ્લો હોય તેના કબાટની તિજોરીમાંથી પણ રોકડ અને દાગીના નાના ભાઇ મહેશના ઘરમાં પણ સામાન વેર વિખેર પડેલ જોવામા આવતા તેના કબાટનુ તાળું પણ તૂટેલી હાલતમાં હોય તપાસ કરતા અહીંથી ત્રણ તોલાનો રૂૂ.1.50 લાખનો સોનાનો હાર સહિત રૂૂ.2.72 લાખ મળી ત્રણેય ભાઈઓના રૂૂમ તેમજ ઘરના દરવાજા અને કબાટના તાળા તોડી તસ્કરો રોકડ અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂૂ. 8,08,500ની ચોરી કરી ગયાનું જણવા મળતા આ મામલે વિંછીયા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ મામલે વિછીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતની મદદથી વધુ તપાસ શરુ કરી છે. તેમજ ચોરીના બનાવ અનુસંધાને વિંછીયા પોલીસની સાથોસાથ ગ્રામ્ય એલસીબી ટીમે તસ્કરોનું પગેરૂૂ દબાવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *