મવડી ગામમાં આવેલી માટેલ સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મવડી ગામમાં સ્વામીનારાયણ ગુરુકુળ પાછળ આવેલી માટેલ સોસાયટી શેરી નં.4માં રહેતા દિલીપ જીલુભાઇ સોઢીયા (ઉ.વ.37)નામના યુવાને આજે વહેલી સવારે પોતાના ઘરે પાઇપમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહી તેનું ટૂકી સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક દિલીપભાઇને માનસિક બિમારી હોય જેનાથી કંટાળી આ પગલું ભરી લીધાનું ખુલ્વા પામયુ છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
