મહાપાલિકા દ્વારા યોજાયેલ ઇવેન્ટમાં 3000થી વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવી કાર્યક્રમને સફળ બનાવ્યો
રાજ્ય સરકાર દ્વારા વર્ષ:2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિક કારોગરોને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશ્યથી સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફેક્ટ્સ તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપી ’લોકલ ફોર વોકલ’ની વિભાવનાને પ્રાધાન્ય આપી, ’મેક ઇન ઇન્ડિયા’ તેમજ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ જેવી પહેલને આગળ વધારી ‘આત્મનિર્ભર ભારત થકી વર્ષ:2047માં વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા શહેરીજનોમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ની ભાવનાને પ્રોત્સાહિત કરી, દેશદાઝને પ્રગટ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.25/12/2025ને ગુરુવારના રોજ સવારે 06:30 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી સાયક્લોથોન યોજાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ઝંડી આપી સ્વદેશી સાયક્લોથોનનો શુભારંભ કરવામાં આવેલ.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આજના આ કાર્યક્રમમાં 3000થી વધુ શહેરીજનોએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
તા.28/12/2025ને રવિવાર રોજ સવારે 06:30 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી રનનું આયોજન કરવામાં આવેલ છે.
આજની સ્વદેશી સાયક્લોથોન ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, દક્ષાબેન વસાણી, સાયકલ ક્લબના દિવ્યેશભાઈ અધેરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સમીર ધડુક, સહાયક કમિશનર વિપુલ ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, રાજકોટ મહાનગર પાલિકાના અધિકારી- કર્મચારી અને બહોળી સંખ્યામાં સાયકલીસ્ટો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, આજે સવારના આ પવિત્ર સમયે, જ્યારે આખું શહેર ગાઢ નિંદ્રામાં છે, ત્યારે આપ સૌની હાજરી, આપના ચહેરા પરનો ઉત્સાહ અને આ ઊર્જા એ વાતનો પુરાવો છે.
કાર્યક્રમની શરૂૂઆતમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. શાબ્દિક સ્વાગત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ. ખાદીના રૂૂમાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ઝંડી આપી સ્વદેશી સાયક્લોથોનની શરૂૂઆત કરાવી અને સાયક્લોથોન પૂર્ણ થયા બાદ લક્કી ડ્રો કરી પાંચ લક્કી વિજેતાને મહાનુભાવોના વરદ હસ્તે સાયકલ ભેટમાં આપવામાં આવેલ. લક્કી ડ્રોમાં વિજેતા થનાર (1) નવાબ, (2) ભક્તિબેન, (3) વિરાજ જોબનપુત્રા, (4) કૃણાલ મરવાણીયા અને (5) આરદેસણા કુલદીપને સાયકલ ભેટ આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ.
