પોલીસે શખ્સને કાયદાનું ભાન કરાવ્યું
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં તાજેતરમાં એક શખ્સ દ્વારા ભયજનક રીતે બાઇક સ્ટંટ કરવામાં આવતું હોવાનો વિડિયો વાયરલ થવા પામ્યો હતો. જેને અનુલક્ષીને ડી.વાય.એસ.પી. વી.પી. માનસેતાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી તાકીદની કાર્યવાહીમાં ટ્રાફિક પી.એસ.આઈ. જે.બી. જાડેજા તેમજ અન્ય પોલીસ કર્મચારીઓએ આ સ્ટંટ કરતા બાઈક ચાલક રિતિક જ્ઞાનદેવ આયરે (ઉ.વ. 26, રહે. આજવા ચોકડી – વડોદરા)ને ઝડપી લઈ, તેની સામે કાયદાકીય કાર્યવાહી કરીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
