બાર એસો.ની ચૂંટણીમાં પાર્ટીની વિરુદ્ધ કામ કરનાર ખુલ્લા પડ્યા: ભાજપ લીગલ સેલ

RBA પેનલ કોંગ્રેસી મિત્રો સાથે મળી પાર્ટીની વિચારધારા સામે લડ્યાનો આરોપ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કોંગ્રેસી મિત્રો સાથે ઇલુ ઇલુ કરી પાર્ટી વિચારધારાની વિરુદ્ધ કામ…

RBA પેનલ કોંગ્રેસી મિત્રો સાથે મળી પાર્ટીની વિચારધારા સામે લડ્યાનો આરોપ

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કોંગ્રેસી મિત્રો સાથે ઇલુ ઇલુ કરી પાર્ટી વિચારધારાની વિરુદ્ધ કામ કરનારને ખુલ્લા પડ્યા એ જ અમારી સૌથી મોટી જીત છે તેમ ભાજપ લીગલ સેલ.દવારા જણાવાયું છે.તાજેતરની રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ દ્વારા પોતાની વિચારધારાની લીગલ સેલ સમરસ પેનલ ચૂંટણીમાં ઉતારવામાં આવી હતી, વર્ષો સુધી પ્રદેશ ભાજપ લીગલ સેલમાં હોદો ભોગવી અને ચૂંટણી સમયે પાર્ટીના બેનરનો ઉપયોગ ન કરવો તેવી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપમાં ફરિયાદ કરી હતી. ભાજપના બેનરનો વર્ષ સુધી ઉપયોગ કર્યા બાદ હાલની ચૂંટણીમા તેનો ઉપયોગ ન કરવા દેવાના ઇરાદાથી આવું કાર્ય કરેલ હતું. જે અંગે શહેર ભાજપ પ્રમુખ દ્વારા સૂચના મળતા લીગલ સેલ દ્વારા પાર્ટીના નિશાનનો ઉપયોગ કરેલ ન હતો. પ્રદેશ ભાજપના લીગલ સેલના હોદ્દેદાર તરીકે દૂર કરવામાં આવ્યા ત્યારથી પાર્ટી વિચારધારા વિરુદ્ધ દરેક વર્ષે પેનલ બનાવી પાર્ટી વિરુદ્ધ કામ કરતા હતા.

આ વખતે તો કોંગ્રેસી મિત્રને પોતાની બાજુમાં સ્ટેજ ઉપર બેસાડી ખુલ્લેઆમ બળવો પોકાર્યો હતો. કોંગ્રેસ વિચારધારા ધરાવતા લોકોને પોતાની સાથે રાખી ચૂંટણી જીતી ન્યુઝ પેપરમાં (1) ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલનો સફાયો (2) ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલની કારમી હાર(3) બાર એસોસિયેશનની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલ ઉપર બુલડોઝર ફરી વળ્યું વિગેરે હેડિંગ સાથેના ન્યુઝપેપરોમાં પોતે તથા પોતાના કોંગ્રેસી મિત્ર દ્વારા પેપરમાં પ્રસિદ્ધ કરાવ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાનું લોકમૂકે ચર્ચાઈ રહ્યું છે.પ્રદેશ ભાજપ અને લીગલ સેલ દ્વારા સમરસ ટીમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં બનાવવામાં આવેલ છે, તે સમરસ ટીમમાંથી વ્યક્તિને દૂર કરવામાં આવેલ છે. પ્રદેશ ભાજપ લીગલ સેલના સંયોજક જે જે પટેલ અને પાર્ટીના આદેશને ન માની પોતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ઉચ્ચ હોદ્દો ભોગવી રહેલ હતા. તેમાંથી રાજીનામું આપવાનું નક્કી થયેલ હોવા છતાં તે વખતે પણ બળવો કરી બધા જ લીગલ સેલના આગેવાનો તેમજ પાર્ટીના લોકોને આશ્ચર્યમાં મૂકી દીધેલ હતા.

આજ વ્યક્તિ દ્વારા આ ચૂંટણીમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ વિરુદ્ધ પોતાની વ્યક્તિગત પેનલ ઉભી રાખી તેમજ પોતાના કોંગ્રેસી મિત્રોનો સાથ સહકાર લઇ ચુંટણી જીતી ભાજપને પછડાટ એવા સમાચારો પ્રસિદ્ધ કરાવેલ છે. જેનાથી તે વ્યક્તિ પાર્ટીમાં વિચારધારા વિરુદ્ધ કામ કરનાર તરીકે ઓળખાઈ ગયેલ છે. એ જ અમારી સૌથી મોટી જીત છે એવું ભાજપ લીગલ સેલના પ્રદેશ સહસંયોજક અનિલભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *