ટ્રાયલ કોર્ટ કેદીના અંતિમ શ્ર્વાસ સુધી સજા ફટકારી શકે નહીં: સુપ્રીમ કોર્ટ

માફી વગરની આજીવન કેદની સજા આપવાની સત્તા માત્ર બંધારણીય અદાલતો પાસે ભારતની સર્વોચ્ચ અદાલતે સજાના કાયદાકીય અર્થઘટન અંગે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે…

માફી વગરની આજીવન કેદની સજા આપવાની સત્તા માત્ર બંધારણીય અદાલતો પાસે

ભારતની સર્વોચ્ચ અદાલતે સજાના કાયદાકીય અર્થઘટન અંગે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ટ્રાયલ કોર્ટ (સેશન્સ કોર્ટ) કોઈ પણ દોષિતને તેના કુદરતી જીવનના અંત સુધી (છેલ્લા શ્વાસ સુધી) કેદની સજા એવી રીતે ન ફટકારી શકે કે જેમાં માફીની કોઈ શક્યતા ન રહે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે ભારપૂર્વક કહ્યું કે, આવી વિશેષ સત્તા માત્ર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જેવી બંધારણીય અદાલતો પાસે જ છે.

આ ચુકાદો ‘કિરણ’ નામના એક દોષિતની અપીલ પર આવ્યો છે. કિરણ પર એક વિધવા મહિલાના જાતીય પ્રસ્તાવને નકારવા બદલ તેને સળગાવીને મારી નાખવાનો ગંભીર આરોપ હતો. ટ્રાયલ કોર્ટે આ ગુનાને ક્રૂર ગણીને તેને કુદરતી જીવનના અંત સુધીની જેલની સજા ફટકારી હતી અને કલમ 428 હેઠળ મળતી માફીનો લાભ આપવાની પણ મનાઈ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ સજામાં સુધારો કરીને તેને સામાન્ય ‘આજીવન કેદ’ માં ફેરવી નાખી છે.

અદાલતે અવલોકન કર્યું કે, ‘આજીવન કેદ’ નો શાબ્દિક અર્થ ભલે આખું જીવન થતો હોય,
પરંતુ ફોજદારી કાર્યરીતિ સંહિતા (CrPC) હેઠળ રાજ્ય સરકારને 14 વર્ષ પછી કેદીની સજા માફ કરવાની અથવા ઘટાડવાની સત્તા મળેલી છે. કોર્ટે કહ્યું કે:

18 ડિસેમ્બરના રોજ અપાયેલા આ ચુકાદામાં બેન્ચે ઠરાવ્યું હતું કે, બંધારણની કલમ 72 અને 161 હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને મળેલી ક્ષમાદાનની સત્તાને સેશન્સ કોર્ટ ઘટાડી શકે નહીં. 2016ના ‘વી. શ્રીહરન’ કેસનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટે ફરી યાદ અપાવ્યું કે, માફી વિનાની આજીવન કેદનો ‘વૈકલ્પિક માર્ગ’ માત્ર ઉપરની અદાલતો જ અપનાવી શકે છે, કારણ કે તે સજાના માનકીકરણને તોડે છે. આ ચુકાદાથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ટ્રાયલ કોર્ટોએ સજા સંભળાવતી વખતે કાયદાકીય મર્યાદાઓ અને દોષિતના માફીના અધિકારોનું ધ્યાન રાખવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *