મોરબીના પીપળી ગામ નજીક આવેલ માનસધામ સોસાયટી 1 માં બિલ્ડરો એ મકાન વેચીને પ્રાથમિક સુવિધા આપવામાં ના આવતા રહેવાસી દ્વારા મોરબી તાલુકા પોલીસમાં છેતરપીંડી ની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના પીપળી ગામ નજીક માનસધામ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ મોતીભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મનીષભાઈ કાલરીયા, ચિંતનભાઈ ગામી, મિહિરસિંહ દિલીપસિંહ જાડેજા, રાજદીપ નીલેશભાઈ ગામી, જગદીશભાઈ એરવાડિયા, પ્રવીણભાઈ ગામી અને કિશોરભાઈ શેરશિયા એ બિલ્ડરો હોય અને રેસીડેન્શીયલ સોસાયટીઓ બનાવતા હોય જેમણે વિનોદભાઈ તેમજ અલગ અલગ સોસાયટીમાં રેહતા રહીશો સાહેદોની રેસીડેન્શીયલ સોસાયટીઓ બનાવી જેમાં જરૂૂરી સુવિધા જેવી કે લાઈટ, પાણી, ગટર પૂરી પાડવાનું વચન આપી સોસાયટીઓ મકાન બનાવી વિનોદભાઈ તેમજ સોસાયટી બીજા રહીશ સાહેદોને વેચાણ કરેલ ત્યારબાદ પાછળથી વિનોદભાઈ કે અન્ય સોસાયટીના રહીશોને સુવિધા પૂરી નહિ પાડી રહીશો સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે
