ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે આ નલ સે જલ યોજના અંતર્ગત નવી પાણીની પાઇપ લાઇનની કામગીરી કરનાર એજન્સી દ્વારા નબળી ગુણવત્તાવાળી પાઈપ લાઈન વાપરવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે તેમજ ટેન્ડર ના નિયમો અનુસારનુ ખોદાણ અને બુરાણની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી નથી તથા ટેન્ડરમાં જે ગાઈડ લાઈન અને શરતોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તેઓનું પાલન પણ કરવામાં આવતું નથી.
નીતિ નિયમોને નેવે મૂકીને આ એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેના લીધે ખોદાણ કરેલ નહેરમાં ચોમાસામાં તેમજ મહિનાઓ પછી પણ અનેક જગ્યાએ માટી બેસી જવાના લીધે ભુવા પડી રહ્યા છે જેથી કરીને નાના મોટા વાહનો જેમકે મોટરસાયકલ ફોર વ્હીલ સ્કુલ બસ જેવા નાના મોટા વાહનો ભૂવામાં ફસાઈ જવાના લીધે અનેક વખત વાહનોમાં નુકસાની થઈ રહી છે ઘણી વખત મુખ્ય રોડમાં આ ભૂવામાં વાહન ફસાઈ જવાના કારણે લોકોની અવરજવર થઈ શકતી નથી જેથી કરીને ઉપલેટા શહેરના નાગરિકોને ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ઉપલેટા શહેરમાં આ નલ સે જલ યોજના અંતર્ગત જે નવી પાણીની પાઈપલાઈન માટે જે ખોદાણ થઈ રહ્યું છે તેમાં જુના નળ કનેકશનના જોડાણ તૂટી જવા ની અનેક ફરિયાદો ઉઠી છે આ એજન્સી જુના નળ કનેક્શન રીપેરીંગ કરવામાં ખૂબ જ ધાંધિયા કરે છે.આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા થયેલ કામગીરીની ગુણવત્તાની તપાસ કરવા અંગે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણભાઈ ભોપાળાએ મુખ્યમંત્રી ને પત્ર લખી વિજિલન્સ તપાસ કરવાની માંગ કરવામાં આવી
