સાવરકુંડલાની સિટી સર્વે કચેરીમાં એક કર્મચારી પાસે પાંચ ગામોનો ચાર્જ

સામાન્ય રીતે જોવા જઈએ તો સીટી સર્વે કચેરીમાં વારસાઈ, હક કમી, વેચાણ, બોજા મુક્તિ વગેરેની નોંધ નિયમિત થવી ખૂબ આવશ્યક છે પરંતુ સાવરકુંડલાની સીટી સર્વે…

સામાન્ય રીતે જોવા જઈએ તો સીટી સર્વે કચેરીમાં વારસાઈ, હક કમી, વેચાણ, બોજા મુક્તિ વગેરેની નોંધ નિયમિત થવી ખૂબ આવશ્યક છે પરંતુ સાવરકુંડલાની સીટી સર્વે કચેરીમાં છેલ્લા 6/7 માસથી કોઈ નોંધ થઈ નથી ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડમાં બ્રેકેટ નામ થયેલ છે તેનો નિકાલ પણ થયો નથી ઓફીસની ભૂલ છે છતાં કામ થતું નથી અને આખા અઠવાડિયામાં સોમ અને મંગળ બે જ દિવસે સીટી સર્વે કચેરીના કર્મચારી હાજર રહે છે સોમવારે કોર્ટની તારીખ છે મીટીંગ છે તેવા બહાને આવતા નથી અને લોકોને ધરમ ધક્કો ખાવો પડે છે.

સીટી સર્વેની કચેરી હાલ દરબારગઢમાં નગરપાલિકાની જગ્યા ઉપર બેસે છે ઓફિસ જેવું કંઈ છે નહીં પ્રજાના વારસાઈ, હક કમી, વેચાણ, બોજા મુક્ત વગેરે પ્રશ્નો ફૂટબોલની જેમ ફગોવાઈ છે સાવરકુંડલા ની સહનશીલ પ્રજામાં રોષની લાગણી પણ જન્મી છે સીટી સર્વે કચેરી ના પ્રશ્નોને લઈ લોકો લડી લેવાના મૂડમાં પણ હાલ જોવા મળી રહ્યા છે અને જો 10 દિવસમાં પ્રશ્નો ન ઉકેલાય તો સાવરકુંડલા બંધ જેવા જલદ કાર્યક્રમો થાય તો પણ નવાઈ નહીં.વધુ વિગતો મુજબ કચેરીમાંથી નોટિસો પણ સરખા સરનામે અને સરખા અક્ષરે હોતી નથી જેથી લોકો પરેશાન થાય છે છેલ્લા 6/8 મહિનામાં કેટલી કામગીરી થઈ છે તેની પણ તપાસ કરવી ખૂબ આવશ્યક છે ત્યારે અહીં ના કર્મચારી બહારગામથી અપડાઉન કરતા હોવાથી કચેરીમાં પૂરતો સમય પણ આપી શકતા નથી અને જે કચેરીમાં 3/4 કર્મચારીની જરૂૂર છે ત્યાં માત્ર 1 કર્મચારીને કારણે લોકોનું કામ પેન્ડિંગ રહે છે અને લોકો પરેશાન થાય છે રિમાન્ડ કેસ પણ 5/7 વર્ષથી પડતર છે જેનો નિકાલ પણ થતો નથી અહીંના કર્મચારી નિયમિત આવે અને નિયમ મુજબ કામગીરી થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *