વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસુલાયા, 1,22,821 વીજ ગ્રાહકો પાસેથી રૂપિયા 62.34 કરોડ વસુલવાના બાકી
જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ-2025 માં પીજીવીસીએલના 1,22,811 વીજ ગ્રાહકોના રૂૂ.62.34 કરોડ જેટલી બાકી લેણી રકમની વસુલી માટે વીજતંત્રએ કડક હાથે ઉઘરાણી કરવા માટે વિજ તંત્રની ટીમોને દોડતી કરાવવામાં આવી છે, અને તેઓ દ્વારા કડક હાથે ઉઘરાણી શરૂૂ કરી છે. અત્યાર સુધીમાં 28,429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ ની રકમ વસુલ કરી છે. જેમાં 547 જેટલા વીજ ગ્રાહકોના વીજજોડાણ કાપી નાંખવામાં આવ્યા છે.
જામનગર તથા દેવભૂમી દ્વારકા જીલ્લાના પીજીવીસીએલના નાણાંકીય વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં બાકી વીજબિલની રકમમાં મોટો વધારો નોંધાયો છે. બંને જીવલામાં મળી કુલ 1,22,811 બાકીદારો હોવાથી કંપની દ્વારા તાત્કાલિક અને કડક વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
બાકીદારો સામે કાર્યવાહી કરવા માટે દૈનિક 100થી વધુ ટીમો કાર્યરત કરવામાં આવી છે, જે ઘેર ઘેર જઈ મીટર, સર્વિસ લાઈન તેમજ જરૂૂર પડે ત્યારે ટી.સી. ઉતારી લેવા સુધીની કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરી છે.
આ ઝુંબેશમાં 28,429 ગ્રાહકોએ રૂૂ. 17.75 કરોડની બાકી રકમ ભરપાઈ કરી દીધી છે. 547 ગ્રાહકોએ અનેક સૂચનાઓ બાદ પણ બાકી રકમ ભરપાઈ ન કરતાં, તેમના વીજ જોડાણો કંપનીના નિયમો મુજબ કાપી નાખવામાં આવ્યા છે. હાલ પણ 93,835 બાકીદારો પર રૂૂ. 42.64 કરોડની લેણી છે, જેની વસૂલાત માટે સતત કાર્યવાહી ચાલુ રહેશે.
