મોરબીના માધાપર-વજેપર વાડી વિસ્તારમાં વસતા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા, પાણી ,ગટર, સફાઈ કે સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ હજુ સુધી મળી નથી જેથી વ્યાજ સહીત મકાનવેરો, સફાઈ વેરો, ગટર વેરો વસુલવાની નોટીસો રદ કરી તાત્કાલિક સુવિધાઓ પૂરી પાડી નવેસરથી મિલકતની આકારણી કર્યા બાદ જ નવેસરથી વેરો નક્કી કરવાની માંગ સાથે જીલ્લા કલેકટર અને મ્યુનીસીપલ કમિશ્નરને આવેદન પાઠવ્યું છે.
જય મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આવેદન પાઠવી જણાવ્યું છે કે સતવારા સમાજ રાજાશાહી કાળથી મોરબી શહેરના મૂળ રહેવાસીઓ છે માધાપર વજેપર ગામની ખેત જમીનો ધરાવીએ છીએ વાડી વિસ્તારમાં હજુ સુવિધાઓ આપવામાં આવતી નથી મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પણ પાયાગત સુવિધાઓથી વાડી વિસ્તાર વિમુખ છે વાડી વિસ્તારમાં રોડ રસ્તા નથી, ભૂગર્ભ લાઈન નથી, નિયમિત પાણી પુરવઠો નથી, સ્ટ્રીટ લાઈટ નથી, કચરા પેટી નથી કે સફાઈ થતી નથી જેથી વાડીમાં રહેતા સતવારા સમાજના લોકોએ વિવિધ માંગણીઓ રજુ કરી છે જેમાં આજદિન તમામ મકાન વેરો, સફાઈ વેરો, ગટર વેરો અને દંડનીય વ્યાજની નોટીસો/બીલો તાત્કાલિક રદ કરવી અને હાલની નોટીસો પાછી ખેંચવામાં આવે વાડી વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પાકા રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, પાણીની લાઈન અને સ્ટ્રીટ લાઈટ અને નિયમિત સફાઈની વ્યવસ્થા કરવી
તમામ સુવિધાઓ પૂરી પાડ્યા બાદ નવેસરથી દરેક મકાનની વાસ્તવિક આકારણી વાડી વિસ્તારના રહીશોની હાજરીમાં યોગ્ય કાયદેસર પ્રક્રિયા દ્વારા પારદર્શક પદ્ધતિથી સમાજના પ્રતિનિધિઓની હાજરીમાં કરવી અને નવેસરથી ટેક્સ વસુલાતની રકમ નક્કી કરવી વાડી વિસ્તારના અર્બન વિલેજ અથવા સ્પેશ્યલ કેટેગરી એરિયા જાહેર કરી વાડી વિસ્તાર માટે વિશેષ રાહત દર નક્કી કરવામાં આવે નવી આકારણી થાય અને સુવિધાઓ શરુ થાય તે તારીખથી જ ટેક્સ લાગુ કરવો પાછલા વર્ષોનો કોઈ ટેક્સ કે વ્યાજ ન લેવું અરજીનો નિકાલ થાય ત્યાં સુધી કોઇપણ પ્રકારની વસુલાત કે જપ્તીની કાર્યવાહી ન કરવી આમ પ્રથમ સેવા, પછી આકારણી બાદમાં ટેક્ષ સિધ્ધાંતને અપનાવી ન્યાયસંગત નિર્ણય કરવા માંગ કરી છે.
