ગીરગઢડાના જૂના ઊગલા ગામમાં દેશી પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ

દારૂનો અડ્ડો આજે બંધ નહીં થાય કે કાલે પણ બંધ નહીં થાય : ઓડિયો વાયરલ ઉના- ગીરગઢડા પંથકમાં દારૂૂબંધી માત્ર કાગળ પર હોવાનો દ્રશ્યો સામે…

દારૂનો અડ્ડો આજે બંધ નહીં થાય કે કાલે પણ બંધ નહીં થાય : ઓડિયો વાયરલ

ઉના- ગીરગઢડા પંથકમાં દારૂૂબંધી માત્ર કાગળ પર હોવાનો દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ દારૂૂ અને ડ્રગ્સ બાબતે સમગ્ર ગુજરાત માં રાજકીય આગેવાનો એક બીજા પર આક્ષેપ બાજી કરી રહ્યા છે ત્યારે ગીર ગઢડા તાલુકા ના જુનાઉગલા ગામ માં ખુલ્લેઆમ દારૂૂ નું વેચાણ થઈ રહ્યું છે અને ગ્રામપંચાયત ના મહિલા સરપંચ ના પ્રતિનિધિ પુત્ર એ છેક ગૃહરાજ્ય મંત્રી સુધી ફરિયાદ કરી અને જીલ્લા એસ.પી ને પણ લેખિત માં જાણ કરી હોવા છતાં પણ દેશી દારૂૂ ની પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે સવાલ એ પણ ઉઠવા પામેલ છે કે ગીર ગઢડા પોલીસ આ બાબતે અજાણ છે કે શું ત્યારે જુનાઉગલા માં ઘરમાં દારૂૂનું વેચાણ જગ જાહેર થતું હોવાનો વીડિયો વાયરલ થયો છે.

બીજી તરફ જૂનાઉગાલા ના બુટલેગરે ગામ માં એક સાથે 4 ઓડિયો ક્લિપ વાયરલ કરી જેમાંએકઓડિયો ક્લિપ માં બોલી રહ્યો છે કે દારૂૂ નો અડ્ડો આજે પણ બંધ નહીં થાય કે કાલે પણ નહીં થાય, થાય એ કરી લેજો બીજી ઓડિયો ક્લિપમાં બોલે છે કે 50ની છે. આ બાબતે સરપંચ પ્રતિનિધિ નો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે અમારા ગામ માં ખુલ્લેઆમ દારૂૂ વેચાય છે અને 8 જેટલા લોકો દારૂૂ નું વેચાણ કરી રહ્યા છે રજૂઆતો બહુ કરી પણ દારૂૂ નો ધંધો બંધ થતો નથી ત્યારે જે દારૂૂ નો વીડિયો સામે આવ્યો છે એ પોલીસ માટે પણ શરમ જનક વાત કહેવાય. પોટલીનું વેચાણ કરતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *