અમદાવાદના વાસણામાં પાંચમાં માળેથી ઝંપલાવીને અજાણી યુવતીનો આપઘાત

અમદાવાદના વાસણાના ગુપ્તાનગર વિસ્તારમાં સિદ્ધિવિનાયક બિલ્ડિંગના પાંચમા માળેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો છે. ગઇકાલે સાંજે લગભગ 5:45 વાગ્યે બિલ્ડિંગમાં પ્રવેશ્યાની ગણતરીની મિનિટોમાં જ યુવતી 5મા…

અમદાવાદના વાસણાના ગુપ્તાનગર વિસ્તારમાં સિદ્ધિવિનાયક બિલ્ડિંગના પાંચમા માળેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો છે. ગઇકાલે સાંજે લગભગ 5:45 વાગ્યે બિલ્ડિંગમાં પ્રવેશ્યાની ગણતરીની મિનિટોમાં જ યુવતી 5મા માળેથી કૂદી જાય છે.

એ પહેલાં બિલ્ડિંગમાં એન્ટર થતાં રજિસ્ટરમાં જે એન્ટ્રી કરી હતી એમાં નામ પણ સ્પષ્ટ વંચાતું નથી, સાથે જ જે ઓફિસના કામથી આવી હતી એ ઓફિસ પણ બંધ હતી. આ બધા મુદ્દા શંકા ઉપજાવનારા છે, સાથે જ યુવતીના આપઘાત પહેલાંના CCTV પણ સામે આવ્યા છે.હાલ તો વાસણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
યુવતીએ જે કામ અર્થે આવવાનું જણાવ્યું હતું એ સંબંધિત ઓફિસ પણ બંધ હતી.

હાલમાં યુવતીની ઓળખ, તે ક્યાંની રહેવાસી છે અને આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે. યુવતી પાસેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી નથી. પોલીસે પ્રાથમિક તપાસના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પહેલા પણ અમદાવાદના ચાંદખેડામાં મૈત્રી શ્રીમાળી નામની મહિલાએ ફ્લેટના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો, જે ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે યુવતીનાં થોડાં વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયા હતા, જેમાં યુવક સાથે મનમેળ ન આવતાં યુવતી પિયરમાં જતી રહી હતી. એ બાદ ફરીથી સંબંધ સુધરતાં પતિના ઘરે હતી. યુવતીને 2 વર્ષનું બાળક પણ છે. વાંચો સંપૂર્ણ સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *