જામનગરના લીમડાલેન વિસ્તારમાં ધર્મેશભાઈ ત્રિવેદી નામના વિપ્ર પરિવારના એક મકાનમાં તસ્કરોના પરોણા થયા હતા. જે મકાનમાં એક સતવારા પરિવાર ભાડેથી રહે છે, પરંતુ ગઈકાલે પરિવાર મકાનને બંધ કરીને બહારગામ ગયો હતો. જે દરમિયાન રાત્રીના સમયે ત્રણ જેટલા તસ્કરો ચોરીના ઇરાદે મકાનની અંદર ઘુસ્યા હતા.
જ્યાં અવાજ આવતાં આડોશી પાડોશીઓને જાણ થઈ જવાથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, અને ભારે દેકારો મચી ગયો હતો. જે ઘટના બાદ બે તસ્કરો ત્યાંથી ભાગી છુટવામાં સફળ થયા હતા, પરંતુ એક તસ્કર મકાનના માળીયામાં સંતાઈ ગયો હતો.
દરમિયાન પડોશીઓએ પોલીસને બોલાવીને સુપ્રત કર્યો હતો. જેથી પોલીસ ટુકડીએ ચોરીના ઇરાદે ઘુસેલા એક તસ્કરને અટકાયતમાં લીધો છે, અને જીપમાં બેસાડી પોલીસ મથકે લઈ ગયા પછી તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છેઝ જ્યારે તેના અન્ય બે સાગરીતોની શોધખોળ ચલાવાઇ રહી છે. તસ્કરો કોઈ માલમતા ઉઠાવી જવામાં સફળ થાય તે પહેલાં પાડોશીઓજાગી જતાં ટોળા એકઠા થઈ ગયા હોવાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મકાનમાંથી ઇંગલિશ દારૂૂ પકડાયો
જામનગરમાં લાલવાડી આવાસમા રહેતો અને પરચુરણ માલ સામાનની ફેરી કરતો દિલીપ ઉર્ફે ગૌતમ સત્યપાલ અચડા નામના યુવાન, કે જેણે પોતાના ઘરમાં ઈંગ્લીશ દારૂૂ ઉતાર્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે સિટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા આરોપીના મકાનમાંથી 25 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઇંગ્લિશ દારૂૂ કબજે કરી લઈ આરોપી ફેરિયાની પણ અટકાયત કરી લીધી છે. આ ઉપરાંત જામનગર શહેરમાંથી ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરી રહેલા જગદીશ ઉર્ફ બાટવા વિશનદાસ ગજરા તેમજ રિયાઝ હારુનભાઈ દરજાદા નામના બે શખ્સોને પણ પોલીસે ઈંગ્લીશ દારૂૂની બાટલી ના જથ્થા સાથે ઝડપી લીધા છે. તે બંને સામે પણ દારૂૂબંધી ભંગ અંગેના ગુન્હા નોંધવામાં આવ્યા છે.
