રૂખડિયાપરામાં ફાટક પાસે યુવાને ટ્રેન હેઠળ પડતુ મુકતા ધડ-માથુ અલગ

શહેરના પોપટપરાના છેડે રૂૂખડીયાપરા ફાટક નજીક પુલ પાસે અજાણ્યા યુવાને રાતે એક યુવાનેટ્રેન હેઠળ પડતું મુકી દેતાં ધડ-માથું નોખ થઈ જતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ…

શહેરના પોપટપરાના છેડે રૂૂખડીયાપરા ફાટક નજીક પુલ પાસે અજાણ્યા યુવાને રાતે એક યુવાનેટ્રેન હેઠળ પડતું મુકી દેતાં ધડ-માથું નોખ થઈ જતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત થયું હતું.

જાણવા મળ્યા મુજબ રાત્રીના સમયે આશરે 17થી 18 વર્ષનો એક યુવાન રૂૂખડીયા પરા રેલ્વે ફાટક પાસે ઉભો હતો.ટ્રેન આવતાં જ તેણે દોટ મુકી પોતાનું માથુ પાટા પર મુકી દેતાં ટ્રેનફરી વળતાં ધડ-માથું નોખ થઈ ગયા હતાં અને યુવાનનું અરેરાટી ભર્યુ મોત થયું હતું. બનાવની જાણ થતાં રેલ્વે પોલીસના એએસઆઈ કમ લેશભાઈ સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.

મૃતક યુવાનેકાનમાં કડી પહેરી છે અને હાથમાં નંબરવાળી ઘડીયાળ પહેરી છે. બ્લુ કલરન ફુલડાની ડીઝાઈનનો શર્ટ અને કાળુજીન્સ પહેરેલા છે. આ સિવાય ઓળખથાય તેવું કંઈ મળ્યું નથી. મૃતકના કોઈ વાલીવારસહોય તો રેલ્વે પોલીસનો ફોન 0281 2443358 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *