ગોંડલ તાલુકાના મોવિયા ગામે ખેતી ઉપયોગ માટે પાંચ વર્ષથી કરેલ બિન અધિકૃત દબાણકર્તાને મામલતદાર દ્વારા નોટિસ ફટકારી દંડ વસૂલ કરવાનું જણાવતાં દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
મોવિયા ગામે સરકારી તેમજ ગૌચર જમીન ઉપર મોટાપ્રમાણમાં દબાણ થયું હોવાની ધ્રૃવ કાછડીયાએ છઝઈં માહિતી માંગવામા આવતા તલાટી મંત્રી દ્વારા જવાબમાં દબાણ ન હોવાનું જણાવી જવાબ કરતાં એજ સર્વે નંબર ઉપર મામલતદાર દ્વારા દબાણ હટાવવાનો હુકમ કરતાં તલાટી મંત્રીનો જવાબ સ્થાનિક રાજકીય દોરીસંચારથી શંકાસ્પદ આપ્યો હોવાનું સ્પષ્ટ થવા પામ્યું છે.
ગોંડલ તાલુકાના મોવિયા ગામની સર્વ નં 1095 ની હે. 5-64-54 ચો.મી.માથી હે. 0.80-94 ચો.મી સરકારી ખરાબાની જમીનમાં બીન અધિકૃત દબાણકર્તા રસીકભાઈ વિઠ્ઠલભાઈ લીંબાણીએ છેલ્લા પાંચ વર્ષથી દબાણ કરેલ હોય તાલુકા મામલતદાર દ્વારા મહેસૂલ કાયદાની કલમ – 61 ની જોગવાઈ મુજબ બિન અધિકૃત ખેતીનાં હેતુંથી કરેલ દબાણવાળી જગ્યાને હુકમ કરી બિન પિયત કિંમત પ્રતિ ચો.મી. રૂૂપિયા 100 લેખે રૂૂપિયા 809400 ની કિંમત જમીનમાં દબાણ કરેલ હોય દબાણકર્તાને 1 ટકા લેખે પ્રતિ વર્ષના રૂૂપિયા 8094 થી પાંચ વર્ષ સુધીના રૂૂપિયા 40470 નો દંડ વસૂલ કરી દબાણ કરેલ જમીનનો કબ્જો તુરંત ખાલી કરી આપવાનો હુકમ કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
હુકમમાં વધુ જણાવ્યું હતું કે ઉપરોક્ત દબાણ તુરંત ખાલી કરવામાં નહીં આવે તો મહેસૂલ કાયદાની કલમ 202 મુજબ પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બીજી બાજુ તાલુકા મામલતદારના હુકમ વિરૂૂધ્ધ તલાટી મંત્રીએ સ્થળ સ્થિતિનું પંચરોજ કામમાં દબાણ દેખાયું નહિ નવાઈની વાત તો એ છે કે રોજકામમાં મોવિયા સરપંચ ના પતિ રોહિતભાઈ વલ્લભભાઈ ખૂંટ અને બીજા નેતાજી તરીકેની ઓળખ મેળવેલ અને તેમના પુત્રવધૂ પણ પંચાયતમાં સભ્ય પદ શોભાવતા કિશોરભાઈ છગનભાઈ અંદિપરાની મીલીભગતથી સહિત કરી આટોપી લીધું હોવાનું ફલિત થયું છે
મોવિયા સર્વ નં 1095 ના એક જ દબાણકર્તાને હુકમ કરવામાં આવતા અન્ય દબાણો અડીખમ ઊભાં હોવાથી માલઢોર રાખતાં માલધારીઓ એ પણ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મોવિયા ગામમાં મોટાભાગે દબાણો થયાં છે જે કોઈને દેખાતાં નથી દબાણકર્તાઓ દ્વારા 20 વિધા થી પણ વધું દબાણ કરી સરકારી ખરાબાની સાથે ગૌચર જમીન ઉપર પણ દબાણ કર્યું છે.
શેઢા ફરતે ફેન્શીગ મારી ઉગતા કુદરતી ચારા ઉપર પણ દવા છંટકાવ કરી ચારો બાળી નાખવામાં આવે છે જેમને કારણે મુંગા પશુઓને પણ નિભાવતા મુશ્કેલ બન્યા છે તલાટી મંત્રીને નરી આંખે દબાણ ન દેખાયું એજ જગ્યા ઉપર મામલતદારને દેખાણું એ પણ એકજ આવા દબાણો ઉપરોક્ત સર્વે નંબર ની સાથે આજુબાજુ સર્વે નંબર ઉપર પણ આનાથી મોટાપ્રમાણમાં દબાણ થયેલા દેખાયાં નહીં કે પછી રાજકીય દબાણને લઈને અધિકારીઓ પણ દેખાતું હોવા છતાં અંધાપાણો ઢોંગ કરી રહ્યા છે ત્યારે મામલતદાર દ્વારા હૂકમ કરેલ દબાણવાળી જગ્યા પણ હાલ અડીખમ હોવાનો વસવસો પણ વ્યકત કર્યો હતો.
