જામનગરમાં જીએસટીએ કબજે કરેલ 3600 કિલો બ્રાસપાર્ટના માલસામાન અંગે 30 લાખની વસૂલાત

જીએસટી વિભાગ ની અમદાવાદ ચેકીંગ સ્ક્વોડ ની ટીમ એક અઠવાડિયા પહેલા જામનગર ના બ્રાસ ઉદ્યોગ ના ધંધાર્થી ઓ ઉપર ત્રાટકી હતી. અને રસ્તા ઉપર થી…

જીએસટી વિભાગ ની અમદાવાદ ચેકીંગ સ્ક્વોડ ની ટીમ એક અઠવાડિયા પહેલા જામનગર ના બ્રાસ ઉદ્યોગ ના ધંધાર્થી ઓ ઉપર ત્રાટકી હતી. અને રસ્તા ઉપર થી બ્રાસપાટ નો માલ ભરીને પસાર થતાં 8 વાહનો ને રોકી ને તેમનો માલ સામાન જપ્ત કર્યો હતો. આ સમયે ઉદ્યોગ એસોસિયેશન આગેવાનો રજૂઆત માટે દોડી ગયા હતા.દરિમયાન જીએસટી વિભાગે 30 લાખ ની વસૂલાત કરી કબજે કરેલ માલસામાન મુક્ત કર્યો છે.

અમદાવાદથી જીએસટી વિભાગ ની ટુકડી એક અઠવાડિયા પહેલા ચેકિંગ માટે જામનગર આવી પહોંચી હતી. અને જીઆઇડીસી ફેસ 2 અને 3 સામે ના વિસ્તાર માં સાંઢીયા ફુલ પાસે થી બ્રાપાર્ટસ નો માલ ભરી ને પસાર થતા છકડો રીક્ષા સહિતના આઠ વાહનોને રોક્યા હતા.

અને 136 ટકા ની પેનલ્ટી ની રકમ ની માંગ કરી હતી. જેમાં વેપારીઓને ચેકિંગ વચ્ચે રકઝક થતા તમામ વાહનો માં ભરેલો બ્રાસપાર્ટનો 3600 કી માલ સામાન જપ્ત કર્યો હતો. આ અંગેની જાણ થતા જ ઉદ્યોગકાર એસોસિએશન ના આગેવાનો દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી કે આ અર્ધ ફિનિશ માલ.છે.પરંતુ ફિનિશ કે તૈયાર માલ નથી .

પરંતુ તેમની રજૂઆતો ધ્યાને લેવામાં આવી ન હતી. આ માલની હેરાફેરી સમયે વાહન ચાલાક પાસે કોઈ જરૂૂરી આધાર પુરાવા પણ સાથે ન હતા આથી જીએસટી વિભાગે બ્રેસપાર્ટ નો સમાન કબજે કરી લીધો હતો.આખરે 30 લાખ ની સરકારી વસૂલાત પછી.માલ સામાન મુક્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *