મોરબી તાલુકાના લાલપર ગામ નજીક ચા પીવા ગયેલ યુવાનોને લારીવાળાએ છુટા રૂૂપિયા પરત આપ્યા જેમાં સિક્કા આપતા બોલાચાલી થઇ હતી અને બાદમાં બે જૂથ સામસામે લાકડી જેવા હથિયાર સાથે બાખડી પડ્યા હતા જે બનાવમાં બંને પક્ષે આઠ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
લાલપર ગામે રહેતા ગફાર દાઉદ ઠેબાએ આરોપીઓ ભગવાનજીભાઈ કરશનભાઈ રબારી, દેવરાજ ભગાભાઈ રબારી, રામજીભાઈ ગોવિંદભાઈ રબારી, જગદીશ બચુભાઈ રબારી રહે બધા લાલપર મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરા આફતાબ અને ભત્રીજા મોઈનભાઈ લાલપર ગામે ચાની લારી ચા પીવા ગયા અને લારીવાળાએ પાછા રૂૂપિયા આપ્યા જેમાં સિક્કા આપતા બોલાચાલી થઇ હતી.
જેનું સમાધાન થઇ ગયું હતું જે વાતનો ખાર રાખી આરોપીઓએ લાલપર ગામે ગફારના ઘરે લાકડી લઈને આવી ગાળો આપી છુટા પથ્થરના ઘા માથામાં મારી ઈજા કરી હતી અને લાકડી વડે ગફારને મારી માથામાં ઈજા કરી ભત્રીજી ફીરજાબેનને માથામાં મારી ઈજા કરી હતી.જયારે ફરિયાદી જગદીશભાઈ બચુભાઈ રબારીએ આરોપીઓ ગફાર દાઉદ, આફતાબ ગફાર, માસુમ ગફાર, ફીરજા આમીનભાઈ, મોઈન આમીરભાઈ અને માવર ગુલભાઈ રહે બધા લાલપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભત્રીજા રામજીભાઈ ગોવિંદભાઈની લાલપર ગામે આવેલ ચાની લારીએ આરોપીઓ ચા પીવા ગયેલ ત્યારે સિક્કા આપ્યા હતા.
જેથી ભત્રીજા રામજીભાઈ સાથે બોલાચાલી કરી જતા રહ્યા હતા અને સમાધાન કરવા ગયેલ ત્યારે વાતચીત ચાલુ હતી ત્યારે આરોપી ગફાર ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી અન્ય આરોપીઓએ બેઝબોલ ધોકા વડે ફરિયાદી જગદીશને માર મારી તેમજ ભગવાનજીભાઈ અને રામજીભાઈ, દેવરાજ અને જયદીપ અને સતીષને ઢીકા પાટું માર મારી પથ્થરના ઘા મારી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
