મોરબીના ઘૂટું રામનગરીના રહેવાસી ગણેશભાઈ સોમાભાઈ વાસફોડા (ઉ.વ.41) નામના આધેડ ગત તા. 30-05-25 ના રોજ વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર રોસાટા સિરામિકમાં શેડના પતરા બદલવાનું કામ કરતા હતા ત્યારે અકસ્માતે શેડ પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તને પ્રથમ રફાળેશ્વર હોસ્પીટલમાં સારવાર માટે ખસેડ્યા હતા બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડ્યા હતા અને કોમામાં જતા રહ્યા હતા દોઢ મહિનો મોરબી હોસ્પીટલમાં સારવાર બાદ રજા આપી હતી અને ઘરે કોમામાં હોય સવારના અચાનક આચકી ઉપડતા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમીયાન મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરનો મૃતદેહ મળ્યો
મોરબીના લખધીરપુર રોડ પરની ફેકટરીમાં રહેતા 15 વર્ષનો સગીર કોઈ કારણોસર પાણીમાં પડી જતા મચ્છુ 2 ડેમના કાંઠેથી મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે મોરબીના લખધીરપુર રોડ પર ઓમેન વિટ્રીફાઈડ લેબર કોલોનીમાં રહેતા રૂૂપેશકુમાર પ્રવેશકુમાર (ઉ.વ.15) નામનો સગીર કોઈ કારણોસર પાણીમાં પડી જતા ડૂબી જતા મૃતદેહ મચ્છુ 02 ડેમના કાંઠેથી મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
દવા પી લેતા આધેડનું મોત
પંચાસર ગામે રહેતા 43 વર્ષીય આધેડે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પંચાસર ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.43) નામના આધેડ ગત તા. 20 ના રોજ પંચાસર ગામે મેલડી માના મંદિર પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત
મકનસર ગામે નવી બનતી શાળાનું બાંધકામ કરતા ત્રીજા માળેથી પડી જતા ઈજાગ્રસ્ત 35 વર્ષના યુવાનનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે માળિયા (મી.) તાલુકાના અંજીયાસર ગામે રહેતા ગફુરભાઈ અબ્દુલાભાઈ જેડા (ઉ.વ.35) નામના યુવાન મોરબી તાલુકાના મકનસર ગામે શાળાનું બાંધકામ કરતા હતા ત્યારે ત્રીજા માળેથી પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
દેશી દારૂ પર દરોડા
નીચી માંડલ ગામ નજીક ધમધમતી દેશી દારૂૂની ભઠ્ઠી પર રેડ કરી પોલીસે 200 લીટર ગરમ આથો, ઠંડો આથો 1800 લીટર અને 270 લીટર દેશી દારૂૂ સહીત ભઠ્ઠીનો સામાન સહીત કુલ રૂૂ 95,500 નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપીઓ નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબીના નીચી માંડલ ગામની સીમમાં વીડી વિસ્તારમાં દેશી દારૂૂની ભઠ્ઠી અંગે બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી પોલીસે ગરમ આથો 200 લીટર કીમત રૂૂ 4000, ઠંડો આથો 1800 લીટર કીમત રૂૂ 36,000 તેમજ 270 લીટર દેશી દારૂૂ કીમત રૂૂ 54,000 અને ભઠ્ઠીના સાધનો મળીને કુલ રૂૂ 95,500 નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપીઓ વાલજી ઉર્ફે વાલીયો શામજી ઝંઝવાડિયા રહે ત્રાજપર મોરબી, ગૌતમ ઉર્ફે ગટટો રહે ઉચી માંડલ અને બે અજાણ્યા ઈસમો નાસી જતા મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
ફરાર આરોપી ઝડપાયો
મોરબી એસઓજી ટીમ જીલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા અને નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં આરોપી સાહિલરઝા સલીમભાઈ મુલ્લા રહે વાંકાનેર મિલ પ્લોટ વાળો વાંકાનેર હોવાની બાતમી મળતા એસઓજી ટીમે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે.
