ચીનીય પ્રોડકટ્સનો પ્રોત્સાહનની નીતિ સામે આક્રોશ: નિયમોમા સુધારો નહીં થાય તો આંદોલનની ચીમકી
સાવરકુંડલા, ભારતનું જગવિખ્યાત કાંટા ઉદ્યોગ કેન્દ્ર, ચીનીય મશીનો અને પ્રોડક્ટ્સ સામે મહામંદીનો સામનો કરી રહ્યું છે. આ ઉદ્યોગને આગળ લઈ જવાને બદલે, સરકાર દ્વારા અવનવા અટપટા અને જટિલ નિયમો લાદીને ઉત્પાદકો અને વેપારીઓને હેરાનગતિ આપવામાં આવી રહી છે.
આના વિરોધમાં સાવરકુંડલા કાંટા ઉદ્યોગ સંઘે ગઈકાલે યોજાયેલી મિટિંગમાં સર્વસંમતિથી આવા પકાળા કાયદાઓથનો ઉગ્ર વિરોધ કરવાનો અને જરૂૂર પડે તો સરકાર વિરુદ્ધ કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે.
સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ મશરૂૂએ જણાવ્યું, અમારો કાંટા ઉદ્યોગ વંશપરંપરાગત રીતે ચાલે છે અને દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપે છે. પરંતુ, સરકારના અધિકારીઓ મનફાવે તેવા નિયમો ઘડીને ચીનીય પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે પલોકલ ફોર વોકલથની ભાવના વિરુદ્ધ છે. આ નીતિઓથી અમારો ઉદ્યોગ મરણતોલ અવસ્થામાં ધકેલાઈ રહ્યો છે.
જો આ રીતે ચીનને આગળ લાવવું હોય, તો શું અમારે અમારા વર્ષો જૂના ધંધા બંધ કરી દેવા? સંઘના અન્ય અધિકારીઓ, જેમાં પ્રમુખ મહેશભાઈ ડોડીયા, પ્રમુખ કેતનભાઈ ત્રિવેદી, ઉપ પ્રમુખ વિપુલભાઈ મકવાણા, ઉપ પ્રમુખ નિકુલભાઈ ચુડાસમા, સંગઠન મંત્રી ચેતનભાઈ વાળા, સંગઠન મંત્રી રોનકભાઈ ડોડીયા, મહામંત્રી સંજયભાઈ ડોડીયા, મહામંત્રી કનુભાઈ ડોડીયા, ઓડીટર અનીલભાઈ ગોસાઈ, અને સાવરકુંડલા કાંટા એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ મકવાણા, મુકેશભાઈ મકવાણા, નિપુલભાઈ ચુડાસમા, ભાવેશભાઈ હરસોરા સહિત તમામ વેપારીઓએ આ વિરોધમાં સક્રિય ભાગ લીધો છે. સંઘે નિર્ણય લીધો છે કે જો સરકાર તાત્કાલિક આ નિયમોમાં સુધારો નહીં કરે, તો વધુ કડક આંદોલનનું આયોજન કરવામાં આવશે.
