વેરાવળ શહેરમાં થોડા દિવસો પહેલા ઓનલાઇન પાર્સલ મોકલવા નુ જણાવી મહિલા ને તેમના પરિવારને પોલીસ તેમજ ઇન્કમટેક્ષ માં ફસાવી દેવાની ધમકી આપી ઓનલાઇન રૂૂપિયા ટ્રાન્સફર કરાવી મરવા મજબુર કરી સાયબર ફ્રોડ આચરતી રાજ્ય બહારની ગેંગને વેરાવળ સીટી પોલીસે પકડી પાડી ગુનો ડિટેક્ટ કરેલ છે.
વેરાવળ પોલીસમાં ગુન્હો તા.05/09/2025 ના રજીસ્ટર થયેલ જેમાં ફરીયાદી અશોકભાઇ પ્રવિણચંદ્ર ચોલેરા ના ધર્મ પત્ની મરણ જનાર પૂજાબેન ના મોબાઇલ નંબરમાં વોટ્સએપ માં આ કામના આરોપી ઓએ પાર્સલ મોકલવા બાબતે ઇન્કમ ટેક્સ અને પોલીસના નામે પુરા પરિવાર ફસાઈ જશે તેવો ભય બતાવી યેન કેન પ્રકારે હેરાન પરેશાન કરી ક્યુ આર કોડ થી કુલ રૂૂા.1,15,000 ટ્રાન્સફર કરાવડાવી હજી વધુને વધુ રૂૂપીયાની માંગણી કરી બ્લેકમેઇલ કરી માનસિક ત્રાસ ગુજારી મરવા મજબૂર કરતા મરણજનાર બહેન કંટાળી જઇ તા.30/08/2025 ના પાંચ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે બેડરૂૂમમાં પોતાની મેળે અનાજમા નાખવાની સેલ્ફોસ ટીકડા ખાઈ આત્મહત્યા કરી મરણ જતા આ બનાવના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ આ ગુન્હાને તાત્કાલીક ઉકેલવા અને ગુન્હાના આરોપીઓને પકડી પાડવા કામગીરી હાથ ધરેલ જેમાં પો.સબ.ઇન્સ. જી.એન.કાછડ, એ.એસ.આઇ જેઠાભાઇ વીરાભાઇ, પો.હેડ કોન્સ. જગદીશભાઇ અરજનભાઇ, પો.કોન્સ. અશોકભાઇ હમીરભાઇ, જયેશભાઇ બાલુભાઇ, સુનીલકુમાર બાલુભાઇ, દિપકભાઇ વજુભાઇ સહિતની ટીમ બનાવી બહારના રાજ્ય મધ્યપ્રદેશ તથા બિહાર રાજ્યમાં તપાસમાં ગયેલ ત્યાં જઈ એલ.સી.બી. ગીર સોમનાથ ના પોલીસ ઇન્સ. એમ.વી.પટેલ, એલ.સી.બી.ના ટેકનીકલ સ્ટાફ ના ટેક્નિકલ સર્વેલન્સની મદદથી મધ્યપ્રદેશ રાજ્યના વિદિશા જીલ્લાના ટીયોન્ડા તાલુકાના ઉકાયલા તથા પઠારી મુકામેથી (1) વિક્રમ મનોજભાઇ અહરવાર ઉ.વ.20 ધંધો-મજુરી રહે.ઉકાયલા ગામ તા.ટીયોન્ડા જી. વિદીશા (મધ્યપ્રદેશ) તથા (2) રોહીત ઉર્ફે છોટુ મુન્નાભાઇ રૈકવાર ઉ.વ.24 ધંધો-મજુરી રહે.પઠારી ગામ તા.પઠારી જી.વિદિશા (મધ્ય પ્રદેશ) ને હસ્તગત કરી વેરાવળ પોલીસ સ્ટેશને લાવી ઉપરોક્ત અનડીટેક્ટ ગુન્હાને ડિટેક્ટ કરવામાં આવેલ છે.
