રૂા.2 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ અપાયો, બાનલેબ કાલાવડ પર પ્રાયોગિક ધોરણે કામ શરૂ
ગુજરાત મિરર, રાજકોટ તા.18- શહેરમાં તૂટેલા રોડ રસ્તાની બુમરાણ ઉઠતા મહાનગરપાલિકાએ પેવર રોડ બનાવવાની નવી ટેકનીકનો ઉપયોગ કરવાનો આજથી શરૂ કરી બાનલેબ કાલાવડ રોડ ઉપર પ્રાયોગીક ધોરણે કામ શરૂ કર્યુ છે. રૂા.2 કરોડના ખર્ચે કોન્ટ્રકાટ આપવામાં આવ્યો છે. આ ટેકનિક પેચર-પેવર કહેવાય છે. ડામરની સાથે સિમેન્ટનુ મિશ્રણ કરી રોડ બનાવવામાં આવશે. જેનુ આયુષ્ય ડામર રોડ કરતા વધુ હોવાનુ તંત્રએ જણાવ્યુ છે. આ પ્રયોગ સફળ થાય બાદ રાજકોટના તમામ રોડ પેચર-પેવર પધ્ધતિથી બનાવવામાં આવશે.
