પાણી માગતી સગીર ક્ધયાને દારૂ પીવડાવી 4 નરાધમે પીંખી નાખી

બિહારના નવાદામાં, એક સગીર છોકરી પર બળજબરીપૂર્વક દારૂૂ પિવડાવીને દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેણે આખા રિસ્લીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં ખળભળાટ…

બિહારના નવાદામાં, એક સગીર છોકરી પર બળજબરીપૂર્વક દારૂૂ પિવડાવીને દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેણે આખા રિસ્લીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં ખળભળાટ મચાવી દીધો છે. આ નબાવ સંબંધમાં પોકસો હેઠળ ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે.

આ દુર્ઘટના દરમિયાન, તે છોકરી ચીસો પાડતી રહી અને પોતાને છોડી દેવા વિનંતી કરતી રહી, પરંતુ આરોપીઓ બળજબરીપૂર્વક તેના મોઢામાં બોટલ નાખીને તેને દારૂૂ પીવડાવ્યો. ત્યારબાદ ચાર લોકોએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ કર્યું. જાણવા મળ્યું છે કે આ ઘટના કોઈ અજાણ્યા લોકોએ નહીં, પરંતુ પડોશના જ ચાર યુવકોએ કરી છે.

પીડિતાની માતા મુકુલ દેવીના જણાવ્યા મુજબ, 13 વર્ષની પીડિતા પોતાની સહેલીઓ સાથે નદી કિનારે લાકડા વીણવા ગઈ હતી, જ્યાં ગામના કેટલાક લોકો પહેલેથી જ હાજર હતા. જ્યારે પીડિતાને તરસ લાગી ત્યારે તેણે પરિચિત બનેવી પાસેથી પાણી માંગ્યું. જોકે, તેણે પાણીને બદલે દેશી દારૂૂ આપ્યો. પીડિતાએ પીવાની ના પાડતા, આરોપીઓએ તેને બળજબરીથી દારૂૂ પિવડાવ્યો. ત્યારબાદ, ત્યાં હાજર ચાર લોકોએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ આચર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *