ગુજરાત હાઇકોર્ટે ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ વિરુદ્ધ જમીન કેસમાં ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ ચુકાદા બાદ, યુસુફ પઠાણ દ્વારા કબજામાં લેવાયેલા પ્લોટ પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિકાર રહેશે તે જોતા આગામી સમયમા યુસુફ પઠાણના આલીશાન બંગલા પર બુલડોઝર ફરી શકે છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (લેન્ડ એસ્ટેટ) સુરેશ તુવરે જણાવ્યું હતું કે યુસુફ પઠાણ જે જમીન પર દાવો કરી રહ્યા હતા તે જમીન કોર્પોરેશને અસ્વીકાર કરી દીધો હતો. તેમણે આની સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. તેમની અપીલને ફગાવી દેતા હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
યુસુફ પઠાણ પર સરકારી પ્લોટ પર કબજો કરવાનો આરોપ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પઠાણને નોટિસ ફટકારી હતી. મળતી માહિતી મુજબ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યુસુફ પઠાણને પ્લોટ આપવાનો નિર્ણય લીધો હતો. આ માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારે કોર્પોરેશનની ભલામણને નકારી કાઢી હતી. આમ છતાં, યુસુફ પઠાણે પ્લોટ પર કબજો કર્યો હતો. જ્યારે પઠાણે પ્લોટ માંગ્યો હતો, ત્યારે તે સમયે ડો. જ્યોતિ પંડ્યા મેયર હતા. ત્યારબાદ કમિશનરે સરકારને દરખાસ્ત મોકલી હતી. તે સમયે, પઠાણ રાજકારણનો ભાગ નહોતા.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (લેન્ડ એસ્ટેટ) સુરેશ તુવરે જણાવ્યું હતું કે યુસુફ પઠાણ જે જમીન પર દાવો કરી રહ્યા હતા તે જમીન કોર્પોરેશન દ્વારા ફગાવી દેવામાં આવી હતી. તેમણે આની સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. તેમની અપીલને ફગાવી દેતા હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમાં નિર્ણય આપ્યો છે.
ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, યુસુફ પઠાણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. 2024 મા તેમણે તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર પશ્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવીને સંસદમાં પહોંચ્યા હતા.
