ફૂડ પેકેટના કોન્ટ્રાક્ટના બહાને 14.41 લાખની ઠગાઇ કરનાર ઝડપાયો

રાજકોટમાં ફૂડ પેકેટના કોન્ટ્રાકટના નામે રાજકોટના વેપારી સાથે રૂૂ.14.41 લાખની છેતરપિંડી કરનાર અમદાવાદના ચીટરનો પ્ર.નગર પોલીસે મધ્યપ્રદેશની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી રાજકોટ લાવી કાયદેસરની…

રાજકોટમાં ફૂડ પેકેટના કોન્ટ્રાકટના નામે રાજકોટના વેપારી સાથે રૂૂ.14.41 લાખની છેતરપિંડી કરનાર અમદાવાદના ચીટરનો પ્ર.નગર પોલીસે મધ્યપ્રદેશની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી રાજકોટ લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી સામે રાજકોટ,અમદાવાદ અને મધ્યપ્રદેશમાં મળી છેતરપિંડીના 5 ગુના નોંધાઇ ચૂકયા છે.

દરમિયાન પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી રૂૂ.14.41 લખાની છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતો આરોપી હિરેન ઉર્ફે યશ વિજેન્દ્ર વૈધ રહે, જયદીપ ટાવર એફ-3, ધરણીધર દેરાસર પાસે, દેરાસર રોડ વાસણા, અમદાવાદ) હાલ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના લાલબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી- વિશ્વાસઘાતના ગુનામાં મધ્યપ્રદેશના ખંડવા જેલમાં હોવાનું માલુમ પડયું હતું. જેથી પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપી હિરેન ઉર્ફે યશનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આરોપી સામે અગાઉ ગાંધીધામમાં અમદાવાદના પાલડી, પ્ર.નગર અને મધ્યપ્રદેશના લાલબાગ સહિતના પોલીસ સ્ટેશનમાં મળી છેતરપિંડીના પાંચ ગુના નોંધાઇ ચૂકયા છે.આ કામગીરી પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.વસાવાની રાહબરીમાં ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા તપાસમાં હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *