ગુજરાત સરકારના પરીપત્ર મુજબ અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અમુક ખાણી પીણીના ધંધાઓ ચાલુ રાખવા માટે છૂટ આપવામાં આવી છે પરંતુ મોરબી પોલીસ દ્વારા અમુક વેપારીઓને રાત્રી દરમિયાન ધંધા પર જઈ ને ખોટી રીતે કનડગત કરવા, અભદ્ર વર્તન કરવું તેમજ ત્યાં ઊભેલા ગ્રાહકો સાથે પણ અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જે અંગે સામે આવેલ ફૂટેજમાં મોરબી પોલીસના અધિકારી તેમના મળતિયાઓ સાથે આ વિસ્તારોમાં પડેલ વાહનોમાં નુકશાન કરતા નજરે પડે છે.
જેમાં વાહનોની હવા કાઢી નાખવી, પ્લગ તોડી નાખવા અથવા વાલ પર બ્લેડ મારીને ટાયરને નુકશાન કરવું જેવી બાબતો સામેલ છે. મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા 26 ઓગસ્ટે કલેક્ટરને રાત્રિ દરમિયાન આ ધંધાઓ ખુલ્લા રાખવા માટે વેપારીઓના હિતમાં આવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ જો તંત્ર આવી હરકતો કરશે અને ટૂંક સમયમાં સંતોષકારક નિવારણ નઈ લાવે તો તમામ વેપારીઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
પ્રેમલગ્ન કરનાર પરિણીતાને પતિ સાસરીયાઓનો ત્રાસ
મોરબીના જૂની પીપળી ગામના રહેવાસી અને કાલાવડના યુવક સાથે લગ્ન કરનાર મહિલાએ પતિ તેમજ સાસુ અને સસરાએ શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપ્યાની મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મોરબીના જૂની પીપળી સામે માનસધામ સોસાયટીના રહેવાસી શીતલબેન કૌશિકભાઈ મેનપરા (ઉ.વ.39) વાળાએ આરોપી પતિ કૌશિકભાઈ રમેશભાઈ મેનપરા, સસરા રમેશભાઈ મેઘજીભાઈ મેનપરા અને સાસુ અનસોયાબેન રમેશભાઈ મેનપરા રહે બધા નિકાવા જોઈન્ટ ટાવર બાજુમાં તા. કાલાવડ જામનગર જીલ્લો વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી શીતલબેનને પતિ તેમજ સાસુ-સસરા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુખ ત્રાસ આપી મેણા ટોણા મારી ગાળો આપતા તેમજ પતિએ અવારનવાર મારકૂટ કરી હતી એકબીજાને આરોપીઓ ચડામણી કરી મહિલાને શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
