વાળ મનુષ્યના વ્યક્તિત્વનો મહત્વપૂર્ણ ભાગ છે. સુંદર અને ઘટ વાળ આત્મવિશ્વાસ વધારે છે. આજકાલ જીવનશૈલીમાં આવેલા બદલાવ, પ્રદૂષણ અને ખોટી આહાર શૈલીને કારણે વાળ ખરવું એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. વાળ ખરવા કે તૂટવાની સમસ્યા આજના સમયમાં લગભગ દરેકને સતાવે છે. પુરુષો હોય કે સ્ત્રીઓ, યુવાનો હોય કે મધ્યવયસ્કવાળની તકલીફ સૌને અસર કરે છે. વાળ ખરવાની સમસ્યા માત્ર સૌંદર્યને જ નહીં પરંતુ આત્મવિશ્વાસને પણ અસર કરે છે. તેથી જરૂૂરી છે કે આપણે પહેલાં કારણ સમજીશું, પછી યોગ્ય સંભાળ લઈશું.
વાળ ખરવાના મુખ્ય કારણો
1. પોષણની ઉણપ
ખોરાકમાં પ્રોટીન, આયર્ન, ઝીંક, વિટામિન ઇ-કોમ્પ્લેક્સ અને ઓમેગા-3ની કમી હોય તો વાળ નબળા પડી તૂટવા લાગે છે.જંક ફૂડ, ઓઇલી ખોરાક અને સોડા ડ્રિંક્સ વાળની તંદુરસ્તી બગાડે છે.
2. તણાવ (Stress)
અતિ તણાવ (Stress) શરીરના હોર્મોન્સને અસર કરે છે. જેના કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે.સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વાળની વૃદ્ધિને રોકે છે.
3. થાયરોઇડ અસંતુલન
થાયરોઇડ ગ્રંથી વધુ કે ઓછી કામ કરતી હોય ત્યારે વાળ પાતળા થવા લાગે છે.યોગ્ય સારવાર લીધા પછી વાળ ફરીથી મજબૂત થઈ શકે છે.
4. હોર્મોનલ ફેરફાર
ગર્ભાવસ્થા પછી, મેનોપોઝ દરમિયાન કે જન્મ નિયંત્રણ ગોળીઓથી થતા હોર્મોનલ અસંતુલન વાળ ખરવાનું કારણ બને છે.ખાસ કરીને સ્ત્રીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે
.
5. ખોડો અને સ્કેલ્પની સમસ્યાઓ
ખોડો, સ્કેલ્પ ઇન્ફેક્શન અથવા વધારે તેલિયું માથું વાળની જડને નબળી બનાવે છે.
6. રસાયણિક પ્રોડક્ટ્સનો ઉપયોગ
કલરિંગ, બ્લીચ, સ્ટ્રેટનિંગ, પરમિંગ અને વધારે હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ વાળની કુદરતી ચમક અને તંદુરસ્તી છીનવી લે છે.
7. વારસાગત કારણો
જો પરિવારના સભ્યોને નાની ઉંમરે વાળ ખરવાની સમસ્યા રહી હોય તો જનિટિક્સ પણ એક કારણ હોઈ શકે છે.
વાળને મજબૂત બનાવવા માટે ખોરાક
વાળની તંદુરસ્તી માટે સાચો આહાર સૌથી મહત્વપૂર્ણ છે.
– પ્રોટીનથી ભરપૂર ખોરાક: દૂધ, દહીં, પનીર, ઈંડા, દાળ, કઠોળ, સોયાબીન.
– આયર્ન અને ઝીંક: પાલક, મેથી, અનાજ, બદામ, અખરોટ, કાજુ, ખજૂર.
– વિટામિન ઇ-કોમ્પ્લેક્સ: આખા અનાજ, સ્પ્રાઉટ્સ, બ્રાઉન રાઈસ.
– ઓમેગા-3 ફેટી એસિડ: ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, માછલી.
– ફળ અને શાકભાજી: સિટ્રસ ફળ (લીંબુ, નારંગી), કેરી, કેલા, ગાજર, બીટ.
– સવારે ખાલીપેટે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવું, શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરે છે અને વાળ માટે ફાયદાકારક છે.
વાળ ખરતા અટકાવવા માટે લાઇફસ્ટાઇલ ટીપ્સ
– રોજે ઓછામાં ઓછા 78 કલાકની ઊંઘ લો.
– ધુમ્રપાન અને દારૂૂથી દૂર રહો.
– માથાને ચુસ્ત રીતે ન બાંધો, ખાસ કરીને પોનીટેલ કે ચોટી ખૂબ ટાઈટ ન કરો.
– વારંવાર શેમ્પૂ કે કેમિકલ આધારિત પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો.
– હેલ્થ ચેકઅપ કરાવતા રહો, ખાસ કરીને થાયરોઇડ અને હોર્મોનલ લેવલ.
ઘરેલું ઉપચાર (Home Remedies)
1. લીંબડા પાનનો કઢો
45 કપ પાણીમાં લીંબડાના પાન ઉકાળો અને રાત્રે રાખો.
સવારે વાળ ધોયા પછી આ પાણીથી રિન્સ કરો.ડેન્ડ્રફ અને સ્કેલ્પ ઇન્ફેક્શન દૂર થાય છે.
2. કરીના પાન હેર માસ્ક
કરીના પાન પીસીને પેસ્ટ બનાવો અને સ્કેલ્પ પર લગાવો.30 મિનિટ પછી ધોઈ લો.વાળને મૂળથી મજબૂત બનાવે છે.
3. આમળાં નો પેક
આમળાં ના પાવડર ની અંદર દહીં ઉમેરી પેસ્ટ બનાવીને સ્કેલ્પ પર લગાવો. 2025 મિનિટ પછી ધોઈ લો. ખોડો અને ખંજવાળ દૂર કરે છે.
4. ઈંડાનો માસ્ક
ઈંડાને ફાટી વાળમાં લગાવો.20 મિનિટ રાખીને શેમ્પૂ કરો.
ઈંડા પ્રોટીન વાળને ચમકદાર અને મજબૂત બનાવે છે.
5. કેળા-ઈંડા-લીંબુ પેક
પાકેલો કેળો, બે ઈંડા અને એક લીંબુનો રસ મિક્સ કરો.અડધો કલાક લગાવી રાખીને ધોઈ લો.
શુષ્ક વાળને મોઈશ્ચરાઇઝ કરે છે.
6. ગરમ તેલ મસાજ (Hot Oil Therapy)
નારિયેળ કે બદામનું તેલ ગરમ કરીને હળવા હાથે માથામાં મસાજ કરો.ગરમ પાણીમાં ભીંજવેલા ટુવાલ વડે માથું ઢાંકી 57 મિનિટ રાખો.રક્તસંચાર સુધરે છે અને વાળને પોષણ મળે છે.
ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ?
– જો વાળ ખૂબ જ ઝડપથી ખરતા હોય.
– સ્કેલ્પ પર ખંજવાળ, લાલાશ કે ઘા થવા લાગે.
– વાળ ખૂબ પાતળા થઈ જતાં હોય અથવા ટકલા પડતા હોય.
વાળ ખરવાનું કારણ માત્ર બહારના પરિબળોમાં નથી, પરંતુ આપણા આહાર, જીવનશૈલી અને આરોગ્ય સાથે સીધો સંબંધ છે. જો આપણે યોગ્ય ખોરાક, નિયમિત કસરત, તણાવ નિયંત્રણ અને ઘરેલું ઉપચાર અપનાવીએ તો વાળની તંદુરસ્તી લાંબા સમય સુધી જાળવી શકાય છે.
