ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં એક તરફ ટેરિફ વોરની તકલીફોથી દુનિયાના દેશોને ઝૂકાવા માગે છે, તો હવે તેમના સ્વાસ્થ્યને લઈને પણ સવાલો ઉઠવા લાગ્યા છે.
જ્યાં એક તરફ અમેરિકી ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ કોઈ ભયાનક ત્રાસદીની સ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખનો પદભાર સંભાળવા માટે તૈયાર છે. તેમણે યૂએસએ ટુડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાસ્થ્ય સારુ છે તે ફિટ છે, પણ તે કોઈ બદલાતી સ્થિતિમાં પદભાર સંભાળવા માટે તૈયાર છે.વેન્સની આ ટિપ્પણી અમેરિકી રાષ્ટ્ર પ્રમુખના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી અટકળોની વચ્ચે આવી છે. હાલમાં જ દક્ષિણ કોરિયન રાષ્ટ્ર પ્રમુખ લી જે મ્યુંગ સાથે મુલાકાત દરમ્યાન રાષ્ટ્ર પ્રમુખના હાથ પર ઈજાના નિશાન દેખાયા હતા. જો કે વેન્સે ઈન્ટરવ્યૂમાં આ વાત રિપીટ કરી હતી કે રાષ્ટ્ર પ્રમુખનું સ્વાસ્થ્ય સારુ છે અને તે પોતાનો બાકીનો કાર્યકાળ પૂરો કરી શકશે.
યુએસએ ઉપપ્રમુખ જેડી વાન્સે યુએસએ ટુડેને જણાવ્યું, મને વિશ્વાસ છે કે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્ર પ્રમુખ સારી સ્થિતિમાં છે, તેમનો બાકીનો કાર્યકાળ પૂર્ણ કરશે અને અમેરિકન લોકો માટે મહાન કાર્યો કરશે. તેમણે વધુમાં કહ્યું કે જો કોઈ દુર્ઘટના બને છે, તો તેમણે શ્રેષ્ઠ તાલીમ મેળવી છે અને રાષ્ટ્ર પ્રમુખ પદ સંભાળવા માટે તૈયાર રહેશે. 41 વર્ષીય જેડી વાન્સે કહ્યું, અને જો, ભગવાન ન કરે, કોઈ ભયંકર દુર્ઘટના બને છે, તો હું છેલ્લા 200 દિવસોમાં મળેલી તાલીમ કરતાં વધુ સારી તાલીમ વિશે વિચારી શકતો નથી.
