અમદાવાદમાં વિદ્યાર્થીની શ્રધ્ધાંજલિ સભા યોજાઇ; બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીરની હત્યાને લઈને વેપારીઓ અને સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં અને મૃતક સગીરને શ્રદ્ધાંજલિ…

અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીરની હત્યાને લઈને વેપારીઓ અને સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં અને મૃતક સગીરને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે જન આક્રોશ વાલીમંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નયનનાં પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એમાં VHPના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ નયનની હત્યા નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજની અસ્મિતાની હત્યા છે, સરકાર હત્યારાઓને તેમની ઓકાત નહીં બતાવે તો હિન્દુ સમાજ તેમને તેમની ઓકાત બતાવશે.શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહામંડલેશ્વર ઈશ્વરી નંદ ગિરિ, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મૃતકને ન્યાય મળે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય એવી માગ કરી હતી. તદુપરાંત આજે 23 ઓગસ્ટે સિંધી સમાજ અને વેપારી સંગઠનો દ્વારા શહેરના કાલુપુર, રિલીફ રોડ, સરદારનગર અને કુબેરનગર સહિતના વિસ્તારોમાં તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

આ ઉપરાંત શ્રધ્ધાંજલી સભામાં હિન્દુ સંગઠનોએ નયનના હત્યારાને કડક સજા મળે તેવી માગણી કરી છે. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હિન્દુઓને સુરક્ષા કવચ આપનાર રાજનેતાઓ જોઈએ છે, જેમણે ઈતિહાસમાં મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, કૃષ્ણદેવ રાય, અને વીર સાવરકર જેવું નેતૃત્વ પૂરું પાડ્યું હતું. સરકાર 15 દિવસની અંદર નયનને ન્યાય નહીં અપાવે તો હિન્દુ સમાજ જગન્નાથ મંદિરથી સેવન્થ ડે સ્કૂલ સુધી કૂચ કરશે. તેમણે ચેતવણી આપી કે, આ કૂચના જે પરિણામ આવશે તેની જવાબદારી સરકારની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *