ગામડાઓની પ્રગતિ માટે સરકાર દ્વારા 490 કરોડના અનુદાનના નિર્ણયને આવકારતા બોદર

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ પંચાયતોને મજબૂત બનાવવા માટે જાહેર કરેલ રૂૂ 489.95 કરોડના અનુદાનને આવકારતા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર એ જણાવેલ…

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ પંચાયતોને મજબૂત બનાવવા માટે જાહેર કરેલ રૂૂ 489.95 કરોડના અનુદાનને આવકારતા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર એ જણાવેલ કે આ અનુદાન માત્ર આર્થિક સહાય નથી પરંતુ ગ્રામ્ય વિકાસ માટેની ભાજપ સરકારની અડગ પ્રતિબદ્ધતાનું દર્પણ છે. રાજ્યની 2055 ગ્રામ પંચાયતોને મકાન નિર્માણ માટે મળનાર આ અનુદાન ગામડાના લોકશાહી તંત્રને વધુ પ્રબળ બનાવી આંત્યોદયના પાવન મંત્રને સાકાર કરશે.

રાજકોટ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદરે આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે ભાજપ સરકાર હંમેશા ગામ, ગરીબ અને ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત રહી છે. મુખ્યમંત્રીનો આ ઐતિહાસિક નિર્ણય દર્શાવે છે કે ભાજપ સરકાર માત્ર વચનો કરતી નથી પરંતુ તેને પરિપૂર્ણ પણ કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સશક્ત ગ્રામ, સશક્ત ભારતના વિઝનને વધુ મજબૂત કરશે.. ગામડાની પંચાયતો હવે પોતાની સગવડભરી ઇમારતોમાંથી લોકોની સેવા કરી શકશે.

ગ્રામજનોને સરકારની દરેક યોજના એક જ છત નીચે મળશે. આ કારણે તંત્ર પ્રત્યે વિશ્વાસ વધશે અને છેવાડાના માનવી સુધી વિકાસના લાભો ઝડપી રીતે પહોંચશે. અંતે ભૂપતભાઈ બોદરે મુખ્યમંત્રીનો હાર્દિક આભાર વ્યક્ત કરી જણાવ્યું કે રાજ્યની પંચાયતો મજબૂત બનશે તો ગામડાઓ સમૃદ્ધ બનશે, અને ગામડાં સમૃદ્ધ બનશે તો ગુજરાત અને ભારત આત્મનિર્ભર બનશે. ભાજપ સરકારનો આ પ્રયાસ ખરેખર ગ્રામસ્વરાજના સ્વપ્નને સાકાર કરનાર સાબિત થશે તેમ અંતમાં આ નિર્ણય ને આવકારતા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર એ જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *