સરકાર વિરુધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કલેકટરને આવેદન પાઠવી પડતર માગણીઓ અંગે ન્યાયિક કાર્યવાહી કરવા રજૂઆત
કો ઓર્ડિનેશન ઓફ બેન્ક પેન્શનર્સ એન્ડ રીટાયરીઝ ઓર્ગેનીઝેશન તેમજ ફેડરેશન ઓફ પેન્શનર્સ એસોસિએશન દ્વારા અમદાવાદમા ગાંધી આશ્રમ સાબરમતી પાસે કલેકટર કચેરી સામે રાષ્ટ્રીયકૃત બેંકના લાખો નીવૃત બેંક પેન્શનરોને સ્પર્શતા અને વખતો વખત લગતા વળગતા સતાવાળાઓ ભારત સરકાર તેમજ ઇન્ડીયન બેંક એસોસીએશન સમક્ષ ચાર દાયકા જુની પેન્શન વધારા સહીતની અન્ય ન્યાયી અને વ્યાજબી માગણીઓ પરત્વે આખ આડા કાન કરવામા આવે છે માગણીઓ પ્રત્યે ધ્યાન આપવામા આવતુ નથી માગણીઓને ટલ્લે ચડાવવામા આવતી હોય સમગ્ર ભારતનાં લાખો બેંક પેન્શનરોમા દુ:ખ સાથે રોષ જોવા મળી રહેલ છે તેને વાચા આપવા તેમજ પેન્શન વધારાની ચાર દાયકા જુની રકાર પાસે પડેલ માગણીઓ બાબતે બહેરી અને નીદ્રાધીન સરકારનાં ધ્યાને લાવવા અને માગણીઓનાં ઝડપી નીરાકરણ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા પેન્શર્સ એસોસીએશનનાં જનરલ સેક્રેટરી કોમરેડ કમાલ કાદરી અને બેન્ક ઓફ ઇન્ડીયા પેન્શનર્સ સંગઠનનાં જનરલ સેક્રેટરી કોમરેડ આર એસ ત્રીવેદીનાં નેતૃત્વ હેઠળ એક દીવસીય ભુખ હડતાલ , દેખાવો અને સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામા આવેલ જે હજારો સીનીયર સીટીઝન અને સુપર સીનીયર સીટીઝનોની ઉપસ્થીતીમા સંપન્ન થયેલ.
પેન્શનર્સ સંગઠનોનાં એલાન મુજબ ભુખ હડતાળમા સવારે 10 વાગ્યાથી સાંજનાં 6 વાગ્યા સુધી પાંચસો પ00 થી વધુ જોડાયેલ આ ઉપરાંત બપોરે ચાર થી છ વાગ્યા સુધી યોજવામા આવેલ દેખાવો અને સુત્રોચ્ચારનાં કાર્યક્રમમા અસહય ગરમી અને તાપ હોવા છતા અંદાજે અમદાવાદ શહેરનાં અને ગુજરાતનાં અન્ય શહેરોમાથી આવેલ પેન્શનર્સ ભાઇઓ બહેનો દ્વારા વિવિધ માગણીઓ લખેલ પોસ્ટરો અને બેનરો હાથમા રાખીને વી ડીમાન્ડ જસ્ટીસ હમારી માગે પુરી કરો ગવર્મેન્ટ તુમ હોશમે આવો હલા બોલ સહીતનાં એક કલાક સુધી પ્રચંડ બુલંદ સુત્રોચ્ચાર કરેલ અને રોષપુર્ણ દેખાવો કરીને ભારત સરકાર અને ઇન્ડીયન બેંક એસોસીએશન સામે પોતાનો રોષ વ્યકત કરેલ તેમજ પેન્શનરોની એકતા અને અખંડીતતા બતાવેલ ધરણા ભુખહડતાળ દેખાવો સુત્રોચ્ચારમા 100 જેટલા પેન્શનર્સ બહેનો પણ જોડાયેલ પેન્શનર્સ એસોસીએશનનાં આગેવાનોએ કલેકટર કચેરીએ જઇને અમદાવાદ કલેકટરને પેન્શન વધારા સહીતની માગણીઓ અંગેનુ આવેદનપત્ર ભારત સરકાર સુધી પહોંચાડવા સુપ્રત કરેલ.
એક દીવસીય ભુખ હડતાળ સહીતનાં કાર્યક્રમોમા નીવૃત અને પ્રવર્તમાન બેન્ક કર્મચારી અગ્રણીઓ કોમરેડ રમેશભાઇ ચોકસી , સુરેશભાઇ રીદાણી, પ્રવિણસિંહ જાડેજા, અજય બદાની , અનીલ દાવર, અરવીંદ પટેલ, પિનાકીન જાની, દીપક સોલંકી, કીશોર ઘટાડ, એચ. એન મલ્હોત્રા, અશોક રીંદાની, નીતેશ પરમાર, રંજનકરણ વિરલ, વૈષ્ણવ સહીતનાં અગ્રણીઓએ હાજર રહીને પોતે અને પોતાનાં સંગઠન તરફથી સંર્પુણ સહયોગની ખાતરી આપી હતી.
રાજકોટથી એસબીઆઇ પેન્શનર્સ એસોસીએશનનાં શરદ દવે, અનુપમ દોશી, દક્ષિણ જોશી, શિરીષ કચ્છી વગેરે લડતમા જોડાયેલ.
