બરવાળા શહેરમાં ધોળા દિવસે શહેરના હાર્દસમા મેઈન બજારમાંથી બેંકમાંથી ઉપાડી મોટર સાયકલ સાથે રહેલ રૂૂપિયા બે લાખની થેલી લઈ ગઠીયો છૂમંતર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવને લઈ બરવાળા પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ લઈ તસ્કરો ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.
આ બનાવ અંગે મળતી માહીતી મુજબ બરવાળા શહેરમા તા.6-8-2025ના રોજ 11:30 વાગ્યાના અરસામાં રજાકભાઈ વલીભાઈ બાવનકા રહે.બરવાળા પોતાના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂૂપિયા બે લાખ ઉપાડીને ઘરે જઈ રહ્યા હતા, તે સમયે બરવાળા શહેરના હાર્દ સમા રોજીદ દરવાજા પાસે મેઈન બજારમા રજાકભાઈ બાવનકા પાન સેન્ટર ઉપર પાન ખાવા ઉભા રહ્યા હતા તે તકનો લાભ લઇ ગઠિયો મોટર સાયકલ સાથે રહેલ બે લાખ રૂૂપિયા ભરેલી થેલી આંખના પલકરામાં લઇ છૂમંતર થઇ ગયો હતો. જોકે ત્યાં ઉભેલા લોકોએ પીછો કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગઠીયો ગાયબ થઇ ગયો હતો. આ બનાવને લઇ બરવાળા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
જયારે બરવાળા પોલીસે બરવાળા શહેર ના અલગ-અલગ સીસીટીવી ફૂટેઝ મેળવી ગઠિયા ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને સીસીટીવી ના ફૂટેઝ માં શંકાસ્પદ જણાતા બે અજાણ્યા ગઠિયા પ્રિ-પ્લાનિંગ હોય તેવી રીતે સૌ પ્રથમ સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા શાખામાં ગયા હતા પરંતુ ત્યાં વધારે ભીડ હોવાના કારણે નીકળી ગયા..ને બેંક ઓફ બરોડામાં ગયા ત્યાં રજાકભાઈ બાવનકા પૈસા ઉપાડી ઘરે જઈ રહ્યા હતા.
