વિછીયાનાં નાના માત્રા ગામે યુવતીએ માનસીક બીમારીથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવતીએ રાજકોટ સારવાર દરમ્યાન હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વિછીયાનાં નાના માત્રા ગામે રહેતી અસ્મીતાબેન લખુભાઇ દેલવાડીયા નામની ર1 વર્ષની યુવતીએ બે દીવસ પુર્વે પોતાનાં ઘરે હતી ત્યારે ચારેક વાગ્યાનાં અરસામા ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલમા ખસેડવામા આવી હતી જયા તેણીનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે પ્રાથમીક પુછપરછમા મૃતક યુવતી એક ભાઇ બે બહેનમા મોટી હતી. અને માનસીક બીમારીનાં કારણે આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. બીજા બનાવમા ટંકારામા રહેતો નરેશ ભુપતભાઇ પરમાર નામનો 3ર વર્ષનો યુવાન 3 દિવસ પુર્વે પોતાનુ બાઇક લઇને ખીજડીયા રોડ પર પસાર થઇ રહયો હતો .
ત્યારે ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતુ અકસ્માતમા ઘવાયેલા યુવકને ટંકારા બાદ રાજકોટ હોસ્પીટલમા દાખલ કરાયો હતો જયા ેતનુ મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમીક તપાસમા મૃતક યુવાન ત્રણ ભાઇ એક બહેનમા મોટો હતો. અને તેને સંતાનમા બે પુત્ર અને એક પુત્રી છે યુવાન કામ પરથી ઘરે થઇ રહયો હતો . ત્યારે બાઇક સ્લીપ થતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે.
