ખાડા-ફાયર સેફટી-કમ્પલીશનના પ્રશ્ર્નો અંગે કોંગ્રેસની રજૂઆત

ગેરન્ટી પીરિયડના કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરો, ફાયર સેફટીના સાધનો ખરીદવામાં સેટીંગ રાજકોટ શહેર કોંગ્રેસે આજે મ્યુનિ.કમિશનરને આવેદન આપી જણાવેલ કે રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 1 થી…

ગેરન્ટી પીરિયડના કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરો, ફાયર સેફટીના સાધનો ખરીદવામાં સેટીંગ

રાજકોટ શહેર કોંગ્રેસે આજે મ્યુનિ.કમિશનરને આવેદન આપી જણાવેલ કે રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 1 થી 18 ખાસ કરીને શહેરના પોસ એરીયા અને છેવાડાના વિસ્તારોમાં લોકોને રસ્તા પરના ખાડા ના પગલે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને મોટાભાગના રસ્તાઓ ભાંગીને ભૂકો થયા છે જે રસ્તાઓ ભાંગીને ભૂકો થયા છે તે ગેરેન્ટી પિરિયડમાં છે ત્યારે કોન્ટ્રાક્ટર પણ સામાન્ય દંડ કરેલ છે. જે રસ્તાઓ ભાંગીને ભૂકો થયા છે તેમાં કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા જોઈએ. શહેરમાં નવા ડામર રોડ બનતા હોય તે સ્થળે કોન્ટ્રાક્ટર નું નામ અને મોબાઈલ નંબર દેખાતું સાઈન બોર્ડ લગાડવું જોઈએ જિલ્લા પંચાયતમાં આ સિસ્ટમ છે.

જ્યાં માનવી ત્યાં સુવિધા ની વાતો કર્યા બાદ શહેરના છેવાડાના વિસ્તારમાં ગારો-કાદવ કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય છે અને ખાડાઓના પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. શહેરમાં કુંડી અને ગટરના ઢાંકણા તૂટેલા હોય તે તાત્કાલિક મરામત કરવી અને વરસાદી પાણી ભરાતું હોય તે જગ્યાએ અને શહેરના મુખ્ય રસ્તા ઉપર પડેલ ખાડાઓ માં તાત્કાલિક યોગ્ય મરામત થઈ નથી ખાડાઓ ના પગલે ભૂતકાળમાં અનેક શહેરીજનો ખાડાઓમાં ખાબકીયા હોવાના પગલે મૃત્યુ થવાની ઘટના રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના રેકોર્ડ પર પણ મૌજુદ છે.

શહેરની હાઇરાઇઝ બિલ્ડીંગો અને ફ્લેટ ધારકોમાં જ્યાં નિયમ મુજબ ફાયર સેફટી ના સાધનો ફિટ કરવામાં આવે છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચારની બદબૂ આવે છે. ચોક્કસ જગ્યાએ થીજ ફાયર સેફ્ટીના સાધનો ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે અને મોટી સિસ્ટમ બનાવવામાં પણ અધિકારીઓના સેટિંગની શક્યતા છે અનેક આકરા નિયમો છે જેમાં મહદ અંશે છૂટછાટ મળવી જોઈએ. ફાયર સેફટીની કુલ કેટલી અરજીઓ આવી અને કુલ કેટલી અરજીઓ પેન્ડિંગ છે અને પેન્ડિંગ છે તો કયા કારણસર પેન્ડિંગ રાખવામાં આવી છે તેની સ્પષ્ટતા અરજદારોને તાત્કાલિક લેખિતમાં જાણ થવી જોઈએ. ફાયર સેફ્ટી નું એનઓસી આપવામાં ઘોર વિલંબ થઈ રહ્યો છે તેવી ફરિયાદો ઉઠવા પામી છે.

રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારોમાં ફ્લેટ, મકાન અને હાઇરાઇઝ બિલ્ડીંગોમાં કમ્પલીશન મેળવવામાં અભિમન્યુના કોઠા વિજવા પડે એવી જ હાલત છે અને કમ્પલીશન સર્ટી ન મળે ત્યાં સુધી ફલેટ અને મકાન ધારકોને લોન મળતી નથી. આ અંગે રાજકોટ મહાનગરપાલિકામાં કમ્પલીશન સર્ટી. દરેક વોર્ડમાં કેટલા બાકી છે અને કયા કારણોસર કોમ્પલીશન સર્ટી આપવામાં આવેલ નથી તેની અરજદાર કે તેના આર્કિટેકને જાણ કરી તાત્કાલિક આ બાબતે ઘટતું થવું જોઈએ.

અમારી જાણ મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં, ફાયર બ્રિગેડ, બાંધકામ શાખામાં અને ટાઉન પ્લાનિંગ શાખામાં મોટા પાયે ચાલતા ભ્રષ્ટાચાર ના પગલે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. દરેક ફાઈલો પર નોટિંગ થવું જોઈએ અને સમય મર્યાદામાં કામનો નિકાલ ન કરનાર અધિકારીઓ પર નિયમ મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *