સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના 125મા સ્થાપના દિવસની 26મીએ થશે ઉજવણી

વિશ્ર્વનાં અનેક દેશોમાં ટોચ ઉપર પહોંચેલા અને ઉત્તમ પ્રદાન કરતા ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સત્વરે સંપર્કની વિગતો મોકલવા અનુરોધ જે સમયે ભારત સ્વતંત્ર…

વિશ્ર્વનાં અનેક દેશોમાં ટોચ ઉપર પહોંચેલા અને ઉત્તમ પ્રદાન કરતા ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સત્વરે સંપર્કની વિગતો મોકલવા અનુરોધ

જે સમયે ભારત સ્વતંત્ર થવાના કોઈ અણસાર ન હતા એ સમયે સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટમાં એક શાળાનો ઉદય થયો અને તે સમયના નગર શ્રેષ્ઠી ઘનશ્યામભાઈ પંડિત દ્વારા સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નામથી શાળા શરૂૂ કરવામાં આવી. આ શાળા શરૂૂ કર્યા બાદ ધીમે ધીમે મક્કમ ગતિથી આગળ વધતી રહી અને સદર બજારના સાયલાના ઉતારાની બાજુમાં લાઠી દરબારના ઉતરમાં એક ભાડાના મકાનમાં 1924 થી સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ કાર્યરત રહી. શરૂૂઆતમાં ધો.5, 6, 7અને પછી પ્રણિત ધોરણે 8, 9, 10, 11, 12 નો ઉમેરો થયો અને સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો માટે એક ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા બની રહી.

સૌરાષ્ટ્રના શિક્ષણ જગતના બે ધુરંધરો ધોળકિયા બંધુ રતીભાઈ ધોળકિયા અને બહાદુરભાઈ ધોળકિયાએ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલનું સુકાન સંભાળ્યું અને ખૂબ વિકટ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓની ફી ન આવે ત્યારે ઘરમાંથી શિક્ષકોને પગાર કરી આપનાર આ ધોળકિયા બંધુઓએ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલનો મક્કમ પાયો નાખ્યો. આજે 125 વર્ષ પછી આ વાત કરતાં ગૌરવ થાય છે. એ સમયે ધીમી અને મક્કમ ગતિએ શરૂૂ થયેલ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ આજે કાલાવડ રોડ જેવા પ્રાઇમ લોકેસનમાં 3 એકર જેવી વિશાળ જગ્યામાં રાજકોટ અને સૌરાષ્ટ્રના વિધાર્થીઓને અર્વાચીન સુવિધાઓ સાથે ઉત્તમ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપી રહેલ છે. સમયના રહેણની સાથે સાથે 125 વર્ષ પછી સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ તેનું 125 મુ વર્ષ શાનદાર રીતે ઉજવવા જઈ રહ્યું છે.

આજે પણ છેલ્લા 6 વર્ષથી અંગ્રેજી મધ્યમની ઠઈંજઉઘખ સ્કૂલ રાજકોટમાં સૌથી લઘુતમ ફી લઈને ચાલતી આધુનિક અંગ્રેજી મધ્યમની શાળા બની ગઈ છે. આજે સૌરાષ્ટ્ર હાઇસ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે ભલામણ કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાણી છે.

હાલ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ટ્રસ્ટમાં રાજકોટના ઉદ્યોગ જગતના શ્રેષ્ઠી જાણીતા દાતા ઇંદુભાઈ વોરા, વિવિધ સેવા ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનાર વરિષ્ઠ મોભી જયંતભાઈ દેસાઇ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલમાં ભણી, ભણાવી અને આજીવન શિક્ષક તરીકે પોતાનું જીવન વિતાવનાર ભદ્રાયુ વછરાજાની, ગુજરાતના શિક્ષણમાં જેમનુ નામ મોખરે બોલાય છે તેવા પ્રાધ્યાપક ડો.નિદત્ત બારોટ, સેવા સંસ્કૃતિ અને સમાજ ક્ષેત્રે અનેક સંસ્થામાં અગ્રિમ પ્રદાન કરનાર મુકેશ દોશી, અને નાંના ગામથી લઈને છેક જિલ્લા સુધીની પંચાયતોમાં, યુનિવર્સિટીમાં પોતાનું સ્થાન જમાવી સમાજ માટે કશુંક કરતાં રહેતા હરદેવસિંહ જાડેજા સ્થાન ધરાવે છે. આ ટીમના સક્રિય પ્રયાસથી સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ છેલ્લા 10 વર્ષના પોતાના કાર્યકાળને ટોંચ ઉપર મૂકી ચૂક્યા છે.

26 જાન્યુઆરી 2026 ના રોજ વિશ્વના અનેક દેશોમાં ટોંચ ઉપર પહોંચેલા અને ઉત્તમ પ્રદાન કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સમાજ અને સેવા ક્ષેત્રે પોતાનું મૌન પ્રદાન કરી રહેલા આ શાળાના અનેક વિદ્યાર્થીઓનું જાહેર સન્માન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાતને ધ્યાનમાં લઈને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સુધી પહોંચી વળવા માટે પ્રચાર અને પ્રસાર માધ્યમો અખબાર યાદીઓ અને તેમના સ્વજનો, મિત્રોનો સંપર્ક કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાનું પૂરું નામ આ શાળામાં ભણ્યાનું વર્ષ, ઊળફશહ ઈંઉ અને પોતાનો ઠવફતિંફાા નંબર સત્વરે નીચે આપેલ બે નંબરમાંથી કોઈ એક ઉપર મોકલી આપે જેથી કરીને એ સન્માનમાં આપને અમે જોડી શકીએ અને આપને આમંત્રિત કરી શકીએ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે વર્ષો પછી પોતાની શાળાના વિકસિત સ્વરૂૂપને જોવાનો આ બહુ મોટો અવસર છે. સૌરાષ્ટ્ર હાઇસ્કૂલમાં ભણીને આજે સુખી સંપન્ન થયેલા મોભાદાર વ્યક્તિઓ આગળ આવે, તેઓના અનુદાનથી ફરી એકવખત સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના વર્ગખંડો અને નવી સુવિધાઓ આકાર પામે અને તેમાં નામાભિધાન કરવાની પણ ટ્રસ્ટની તૈયારી છે.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મુકેશ દોશી 98250 77725 અને સત્યજીતસિંહ જાડેજા 9978789407 ઉપર પોતાની સંપૂર્ણ વિગત મોકલી આપે અને 26/1/26 અત્યારથી જ પોતાની ડાયરીમાં નોંધી રાખે. કારણકે એ દિવસ એટલે પોતાની શાળાના સંસ્મરણ વગોળવાનો દિવસ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *