માધાપર ચોકડી પાસે માધાપર સર્વિસ રોડ પર જુદા-જુદા સ્થળોએ પડેલ પેચને ડામરથી રીપેર કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં રાજકોટ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા જુદા-જુદા રસ્તાઓનું સમારકામ કાર્ય આગળ વધી રહ્યું છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું સમારકામ હાથ ધરાઈ રહ્યું છે. ત્યારે રાજકોટ-જામનગર તરફ જતા વાહન ચાલકો માટે ઉપયોગી માધાપર સર્વિસ રોડ પર ડામર પાથરવાની કામગીરી કરવામા આવી હતી. આ કામગીરી હાથ ધરાતા જામનગર તરફ જતા વાહન ચાલકોને પડતી હાલાકીમાંથી છૂટકારો મળી રહ્યો છે.
રાજકોટ શહેરના જુદા-જુદા વોર્ડમાં પણ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલકોને વાહન ચલાવવામાં સરળતા રહે તે માટે કલેક્ટરના માર્ગદર્શનમાં આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
