શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં આવેલી આરાધના સોસાયટીમાં રહેતા આધેડે બિમારીથી કંટાળી એસીડ પી લીધુ હતુ. આધેડેનું મોત નીપજતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થોરાળા વિસ્તારમાં આવેલ આરાધના સોસાયટીમાં રહેતા નીતિનભાઇ અમૃતલાલ પાઠક (ઉ.વ.55) પોતાના ઘરે હતા ત્યારે સવારના ચારેક વાગ્યના અરસામાં બિમારીથી કંટાળી એસીડ પી લીધુ હતુ. આધેડેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા તેમનુ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
બીજા બનાવમાં મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી પાસે અજાણી મહિલાનું ટ્રેન અડફેટે મોત નીપજ્યુ હતુ. પોલીસે મૃતક મહિલા વાલી વારસની શોધખોળ હાથ ધરી બનાવ અકસ્માતનો કે આપઘાતનો છે. તે જાણવા તપાસનો દોર લંબાવ્યો છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
