ગામડાના લોકોને પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓ માટે ખુબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં જે રૂ. 1,20,000 મળતા હતા એમા રૂ. 50,000 નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે લાભાર્થીઓને કુલ રૂ. 1,70,000 ની સહાય મળશે!
ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે આ નિર્ણયની વિગતો આપતા કીધું કે, ગામડાઓમાં મકાન બનાવવાનો સામાન, જેમ કે રેતી, કપચી, સિમેન્ટ ને સ્ટીલના ભાવ ખુબ વધ્યા છે. વળી, અંતરિયાળ વિસ્તારોમાં માલસામાન પહોંચાડવાનો ખર્ચ પણ વધ્યો છે. આ બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે આ મોટો ને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. વર્ષ 2025-26 ના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવા માટે 1,10,000 લાભાર્થીઓનો લક્ષ્યાંક રાખ્યો છે ને એ માટે રૂ. 550 કરોડની મોટી જોગવાઈ પણ કરી છે. મંત્રી એ એમ પણ કીધું કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 11,606 લાભાર્થીઓને રૂ. 58 કરોડથી વધુની સહાય ચૂકવાઈ પણ ગઈ છે. મંત્રી નું કહેવું છે કે, આ વધારાની સહાયથી ગામડાના લોકોને ઘર બનાવતી વખતે પૈસાની તકલીફ નહીં પડે ને ઘરનું કામ ઝડપથી પૂરું થઈ જશે. આ નિર્ણય વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં ને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં ખુબ જ મદદરૂૂપ થશે.
