હાઇટ વધારવાની એકસાથે 10 ગોળી પી જતાં તરૂણી સારવારમાં

કોઠારીયા સોલવન્ટ માં આવેલા ક્વાર્ટરમાં રહેતી 15 વર્ષની તરુણી હાઈટ વધારવાની વધુ પડતી ગોળી ખાઈ જતા તેમની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે સિવિલ…

કોઠારીયા સોલવન્ટ માં આવેલા ક્વાર્ટરમાં રહેતી 15 વર્ષની તરુણી હાઈટ વધારવાની વધુ પડતી ગોળી ખાઈ જતા તેમની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ, કોઠારીયા પાસે આવેલા 25 વારીયા ક્વાર્ટર માં રહેતી રેણુંબેન મનોહરભાઈ મોહતો નામની 15 વર્ષની તરુણી ગઈકાલે રાત્રિના સમયે હાઈટ વધારવાની 10 ગોળી એક સાથે ખાઈ જતા તેમની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.રેણુંબેનનો પરિવાર મૂળ બિહારના વતની છે અને તેણે બે ભાઈ અને એક બહેનમાં મોટી છે.તેમના પિતા હયાત નથી અને માતા મજૂરી કામ કરે છે.દવા પીધા બાદ તેમના માતાને કહ્યું કે હું જલ્દીથી મોટી થઈ જાત એટલે વધુ દવા પી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *