ખેતી બેંકના લોનધારકને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની જેલ

ખેતી બેન્કના લોનધારકે બેન્કની લેણી રકમ પેટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂૂા.1,00,550 વળતર પેટે 60 દિવસમાં ન…

ખેતી બેન્કના લોનધારકે બેન્કની લેણી રકમ પેટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂૂા.1,00,550 વળતર પેટે 60 દિવસમાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

આ કેસની હકિકત મુજબ ગુજરાત રાજય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી. (ખેતી બેન્ક) જિલ્લા કચેરી, રાજકોટમાથી જસદણના ફુલઝર ગામના ભીમાભાઈ જાદવભાઈ જાપડિયાએ લોન લીધી હતી. લોનની લેણી નીકળતી રકમ પેટે રૂૂા.1,00,550 નો ચેક આપ્યો હતો જે ચેક પફંડ ઈનશફીશીયન્ટથ ના શેરા સાથે રીર્ટન થતા ફરીયાદી ખેતી બેન્ક તરફથી તેમના એડવોકેટ મારફત આપવામાં આવેલી નોટીસ બજી જવા છતાં ચેકની રકમ ભરપાઈ નહિ કરતા બેંકના અધિકૃત અધિકારી રાજેશભાઈ જે. પુજારાએ કોર્ટમાં ચેક રીર્ટન અંગેનો ફોજદારી કેસ દાખલ કર્યો હતો.

જે કેસ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ ફરીયાદી પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ રાજકોટના નવમાં એડી. ચીફ જયુ. મેજી. જી.પી. ભોઈએ આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂૂા.1,00,550 વળતર પેટે 60 દિવસમાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદી ખેતી બેન્ક વતી એડવોકેટ મુકેશ આર. કેશરીયા, રાજેશ એન. મંજુસા, સંજયસિંહ આર. જાડેજા અને હાર્દિક એમ. પાઠક રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *