અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ
મોરબીમાં ચોર તસ્કરોને પોલીસનો કોઈ ખૌફ રહ્યો ના હોય તેમ એક બાદ એક બાઈક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે પોલીસની ઢીલી નીતિને કારણે બાઈક ચોરી કરનાર ઈસમો બેફામ બન્યા છે વધુ એક બાઈક સિવિલ હોસ્પિટલના ગેટ પાસેથી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના પંચાસર રોડ રાજનગર સોસાયટીના રહેવાસી મનીષભાઈ પ્રહલાદભાઈ ભટ્ટ (ઉ.વ.47) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 27 જુનના રોજ રાત્રીના 12 વાગ્યાથી સાડા બાર વાગ્યા વચ્ચેના અરસામાં ફરિયાદીનું બાઈક જીજે 03 ઈએફ 1773 કીમત રૂૂ 20 હજાર વાળું સરકારી દવાખાના અંદર મુખ્ય ગેટના પિલર પાસે પાર્કિંગમાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
