હથિયારો સાથેના ફોટા વાઇરલ કરનાર ચાર નબીરા ઝડપાયા

સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ અને પોતાનો પ્રભાવ વધારવા અને અલગ છાપ ઉભી કરવા હેતુસર હથિયાર સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા 4 નબીરાઓને જામનગર…

સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ અને પોતાનો પ્રભાવ વધારવા અને અલગ છાપ ઉભી કરવા હેતુસર હથિયાર સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા 4 નબીરાઓને જામનગર સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, અશોક કુમાર યાદવે ઓરેન્જમાં સાયબર સ્પેસ ઉપર થતા ક્રાઇમને નાબુદ કરવા સુચના આપી હતી, જેથી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના વડપણ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલા ના માર્ગદર્શન તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આઇ.એ.ઘાસુરા દ્વારા જરૂૂરી સૂચના કરવામાં આવી હતી, જે અનુસંધાને સોશ્યલ મિડીયા પ્લેટફોર્મનો દુર ઉપયોગ કરતા તથા વિવિધ કોમ્યુનીટી ગાઈડલાઈનસનુ ભંગ કરતા જેવા ગુના અટકાવવા સુચના આપી હતી.

જામનગરમાં સોસીયલ મીડીયા ના માધ્યમથી અલગ અલગ એપ્લીકેશનનો ઉપયોગ કરી પોતાના ફોલોઅર્સ વધારવા તથા પોતાની અનોખી છાપ ઉભી કરવા તેમજ લોકોમાં પોતાની અનોખી ઓળખ બનાવવા માટે હથીયાર સાથે અલગ અલગ પ્લેટ ફોર્મ પર વીડીયો તથા ફોટો અપલોડ કરાયા હતા.જેથી જાહેર જનતાની સુરક્ષા માટે જામનગર પોલીસ ની ટિમ દ્વારા મોનીટરીંગ શરૂૂ કરવામાં આવ્યું હતું.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સતત સોશિયલ મીડીયા મોનીટરીંગ કરતા હોય જે દરમ્યાન અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ધારકો દ્વારા પોતાની આઈ.ડી. ફેમસ કરવા પિસ્ટલ તથા એરગન વાળા ફોટાઓ રાખી જીલ્લા કલેકટર ના હથીયાર બંધી જાહેરનામાં નો ભંગ કરેલ હોય જેઓ વિરુધ્ધ ગુજરાત પોલીસ એકટ કલમ મુજબ અલગ અલગ 4 ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.

જે મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી.ગોહીલ અને સ્ટાફ દ્વારા આરોપીઓ અભયપુરી જીતેન્દ્રપુરી ગૌસ્વામી ( રહે. કામદાર કોલોની) ,દેવ કૌશીકભાઇ ભટ્ટ ( ખોડીયાર કોલોની, નિલકમલ સોસાયટી, શેરી નં. 2, ), જયપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ ( રહે. બાલાજી પાર્ક-2, પ્લોટ નં. 24/2, ડીફેન્સ કોલોનીની બાજુમા) અને રાહુલભાઇ ઇશ્વરભાઈ ભટ્ટ (રહે. ખોડીયાર કોલોની, નિલકમલ સોસાયટી, શેરી નં. 4, જામનગર) ને ઝડપી લઈ તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. અને તેની પાસેથી અધિયારો કબજે કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *